Advertisement
Author: નોબત સમાચાર

નયારા એનર્જીના ચીફ ફાયનાન્સિયલ ઓફિસર તરીકે દીપેશ બક્ષીની નિમણૂક

મુંબઈ તા. ૪: આંતરરાષ્ટ્રીય સ્તરની ન્યુ-એજ ડાઉનસ્ટ્રીમ કંપની નયારા એનર્જીએ ૧૪ માર્ચ, ૨૦૨૫થી તેના નવા ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર (સીએફઓ) તરીકે દીપેશ બક્ષીની નિમણૂક કર્યાંની જાહેરાત કરી છે.

ત્રણ દાયકાથી વધુ પ્રભાવશાળી કારકિર્દી સાથે દીપેશ ફાઇનાન્સ, સ્ટ્રેટેજી અને એમએન્ડએમાં વ્યાપક અનુભવ લઇને આવ્યાં છે. તેમણે ઓઇલ એન્ડ ગેસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ કન્સ્ટ્રક્શન, રિટેઇલ અને મેન્યુફેક્ચરિંગ જેવી જટિલ કામગીરી ઉપર કામ કર્યું છે.

નયારા એનજીર્ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અલેસેન્ડ્રો ડેસ ડોરિડેસે કહૃાું હતું કે, દીપેશ તેમની સાથે સેક્ટરનો બહોળો અનુભવ તેમજ ફાઇનાન્સિયલ પ્લાનિંગ અને વ્યૂહાત્મક કુશળતાનો મજબૂત મિશ્રણ લઇને આવે છે. તેમનો અનુભવ અને મજબૂત ટ્રેક રેકોર્ડ નાણાકીય ઉત્કૃષ્ટતા તથા ઇન્ડસ્ટ્રીમાં શ્રેષ્ઠ પ્રદર્શન ડિલિવર કરવાના અમારા વ્યૂહાત્મક વિઝનને સપોર્ટ કરવામાં ઉપયોગી બની રહેશે. દીપેશની સાથે અમે મજબૂત નિર્માણ અને વધુ મોટા વિસ્તાર માટે આશ્વસ્ત છીએ.

નયારા એનર્જીમાં પોતાની નવી ભૂમિકામાં દીપેશ કંપનીની નાણાકીય વ્યૂહરચના અને કામગીરીનું નેતૃત્વ કરશે, જેનાથી કંપનીની સતત વૃદ્ધિ અને ઉર્જા ક્ષેત્રમાં યોગદાનને પ્રોત્સાહન મળશે. તેમની કુળળતા લાંબાગાળાની વ્યૂહરચના અને પરિવર્તન, ઇન્વેસ્ટર રિલેશન્સ, ટ્રેઝરી, કોર્પોરેટ ગવર્નન્સ, ઇન્ટર્નલ ઓડિટ/ કમ્પલાયન્સ અને રિસ્ક મેનેજમેન્ટમાં ફેલાયેલી છે.

નયારા એનજીર્માં જોડાતા પહેલા દીપેશે કેસ્ટ્રોલ ઈન્ડિયા લિમિટેડમાં ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર અને હોલટાઇમ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. તેમણે બ્રિટિશ પેટ્રોલિયમ (બીપી) અને એન્ડરસન જેવા વૈશ્વિક લીડર્સ સાથે વિવિધ લીડરશીપ ભૂમિકામાં કામ કર્યું છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, સર્ટિફાઇડ ઇન્ટરનલ ઓડિટર (યુએસએ) અને આઇઆઇએમ અમદાવાદના ભૂતપૂર્વ વિદ્યાર્થી દીપેશને કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઇઆઇ) દ્વારા 'લીડિંગ સીએફઓ ઓફ ધ યર ૨૦૨૨' અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (આઇસીએ આઇ) દ્વારા 'સીએકસઓ ઓફ ધ યર ૨૦૨૦' તરીકે સન્માનિત કરવામાં આવ્યાં છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh