Advertisement
Author: નોબત સમાચાર

દેશભકિતની ફિલ્મોના મશહુર દિગ્ગજ અભિનેતા મનોજકુમારનું નિધન

"મેરે દેશ કી ધરતી સોના ઉગલે, ઉગલે હીરે મોતી" જેવા લોકપ્રિય ગીતો સાથે ધગધગતી દેશભાવના સાથે

મુંબઈ તા.૪: ફિલ્મી દુનિયાને સૌથી વધુ દેશભકિતની ફિલ્મો આપનાર દિગ્ગજ અભિનેતા દિગ્દર્શક મનોજકુમાર ભારતકુમારનું ૮૭ વર્ષની ઉંમરે દુઃખદ નિધન થતા બોલીવુડ સહિત દેશભરમાં શોક છવાયો છે અને તેઓની ફિલ્મોના કર્ણપ્રિય ગીતો તથા અભિનયને વાહ-વાહ કરાઈ રહ્યા છે.

હિન્દી ફિલ્મના દિગ્ગજ અભિનેતા અને ફિલ્મ દિગ્દર્શક મનોજ કુમારે ૮૭ વર્ષની ઉંમરે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. પીઢ અભિનેતાના નિધનથી ઉદ્યોગમાં શોકનું મોજું ફરી વળ્યું છે.મનોજ કુમારે સહારા, ચાંદ, હનીમૂન, પૂરબ અને પશ્ચિમ, નસીબ,મેરી આવાજ સુનો, નીલ કમલ, ઉપકાર, પથ્થર કે સનમ, પિયા મિલન કી આસ, સુહાગ સિંદૂર, રેશમી રૂૂમાલ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમને નેશનલ એવોર્ડ, પદ્મ શ્રી અને દાદા સાહેબ ફાળકે એવોર્ડ માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. મનોજ કુમારની માત્ર ફિલ્મો જ હિટ થઈ નથી, પરંતુ તેમના ગીતો પણ લોકોમાં લોકપ્રિય છે. ઉપકાર ફિલ્મનું ગીત 'મેરે દેશ કી ધરતી' દરેક બાળકના મોઢા પર હોય છે.

મનોજ કુમારને 'ભારત કુમાર' તરીકે પણ ઓળખવામાં આવતા હતા. કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. મનોજ કુમાર ઘણા દિવસોથી બીમાર હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને શુક્રવારે સવારે તેમણે આ દુનિયાને અલવિદા કહૃાું. મનોજ કુમારના નિધનના સમાચાર આવ્યા પછી સ્ટાર્સ અને ચાહકો સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી રહૃાા છે.

તારીખ ૨૪ જુલાઈ ૧૯૩૭ ના રોજ જન્મેલા મનોજ કુમારનું સાચું નામ હરિકૃષ્ણ ગિરી ગોસ્વામી છે. ફિલ્મોમાં આવ્યા પછી, તેમણે પોતાનું નામ બદલીને મનોજ કુમાર રાખ્યું. મનોજ કુમાર તેમની દેશભક્તિપૂર્ણ ફિલ્મો માટે જાણીતા હતા. આ કારણોસર તેમને બોલિવૂડના 'ભારત કુમાર' કહેવામાં આવતા હતા. મનોજ કુમાર અભિનયની સાથે તેમના ઉત્તમ દિગ્દર્શન માટે પણ જાણીતા છે. તેમણે ઘણી દેશભક્તિપૂર્ણ ફિલ્મોમાં અભિનય જ નહીં પરંતુ તેનું દિગ્દર્શન પણ કર્યું.

ફિલ્મોની વાત કરીએ તો મનોજ તેની 'શહીદ', 'ઉપકાર', 'પૂરબ ઔર પશ્ચિમ' અને 'રોટી કપડા ઔર મકાન', 'દસ નંબરી' અને 'ક્રાંતિ' માટે જાણીતા છે. મનોજ કુમારે ભારતીય સિનેમામાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ ઘણા પુરસ્કારો જીત્યા છે. ભારત સરકારે તેમને ૧૯૯૨માં પદ્મશ્રી અને ૨૦૧૬માં દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. આ ઉપરાંત, તેમને ૧૯૬૮માં 'ઉપકાર' માટે શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ દિગ્દર્શક, શ્રેષ્ઠ વાર્તા અને શ્રેષ્ઠ સંવાદ સહિત ૭ ફિલ્મફેર પુરસ્કારો પણ મળ્યા હતા. તેમને રાષ્ટ્રીય પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.

મનોજે પોતાના પાત્રોમાં સરળતા અને ઊંડાણ લાવ્યા, જે દર્શકોના હ્ય્દયને સ્પર્શી ગયા. ૧૯૬૦ અને ૭૦ના દાયકામાં તેમની ફિલ્મોએ ભારતીય સિનેમાને એક નવી દિશા આપી. તેમના યોગદાન બદલ તેમને ૨૦૧૯ માં દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. ક્રાંતિ ફિલ્મનું ગીત આજે પણ દરેક બાળકના હોઠ પર છે.

મનોજકુમારના લોકપ્રિયગીતોમાં ચાંદ સી મહબુબા, આજા તુજકો પુકારે, પથ્થર કે સનમ, બાબુલ કી દુઆએ લતીજા, મેરે દેશ કી ધરતી, ભારત કા રહનેવાલા હું, તૌબા યે મતવાલી ચાલ, કસમે વાદે પ્યાર વફા, દીવાનો સે મત પુછો, મૈ ના ભુલુંગા, જીંદગી કી ના તુટે લડી, મહંગાઈ માર ગઈ, અબ કે બરસ, એક પ્યાર કા નગમા, ચાંદ સી મહેબુબા, કોઈ જબ તુમ્હારા હદય, મેરે દેશ કી ધરતી, તોબા યે મતવાલી ચાલ, ધીરે ધીરે બોલ કોઈ, પાની રે પાની તેરા રંગ કૈસા, યે પ્રિત જહાં કી રીત સદા, દિલ દિયા હૈ જાન ભી દેંગે, જહાં ડાલ ડાલ પર સોને કી, કર ચલે હમ ફિદા, વગેરેનો સમાવેશ થાય છે.

સરકાર સામે કેસ જીત્યા

આ એક માત્ર અભિનેતા એવા હતા, જેમણે કોઈ મુદ્ે સરકાર સામે કાનૂની કાર્યવાહી કરી હતી, અને કેસ જીત્યા હતાં.

૧૯૬૫માં તેમની કારકિર્દી એકાએક પલટાઈ

દિગ્ગજ અભિનેતાએ ૧૯૫૭માં ફિલ્મ ફેશનથી અભિનયની શરૂઆત કરી હતી. ૧૯૬૫નું વર્ષ તેમની કારકિર્દી માટે એક મોટું ગેમચેન્જર સાબિત થયું હતું. એ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ શહીદએ તેમના કરિયરને વધુ મજબૂતી આપી. આ પછી તેમણે કયારેય પાછળ વળીને જોયું નહીં. ભૂમિકા ગમે તે હોય, તે રૂપેરી પડદે પાત્રને જીવી બતાવતા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh