Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રણુંજા રામદેવપીર મંદિરના મેનેજીંગ ટ્રસ્ટી અને
જામનગર તા. ૪: જામનગર જિલ્લા ભરવાડ સમાજના અગ્રણી તથા શ્રી રામદેવપીર દેવસ્થાન સમિતિ (હીરાભગતની જગ્યા), નવા રણુંજા, તા. કાલાવડના મેનેજીંગ ટ્રસ્ટી હરિભાઈ મેઘાભાઈ ટોયટાનું તા. ૩૧-૩-ર૦રપને સોમવારે અવસાન થતા સમગ્ર ભરવાડ સમાજ અને મિત્ર વર્તુળમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.
હરિભાઈ ટોયટા સેવાના ભેખધારી હતાં. તેમણે ધર્મ, શિક્ષણ તથા ગૌસેવા ક્ષેત્રે ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી હતી. કાલાવડ તાલુકાના રણુંજાધામ રામદેવપીર મંદિર હીરાભગતની જગ્યામાં તેમણે રાત-દિવસ સેવા આપીને આ જગ્યાની કાયાપલટ કરી દઈને સેવાનું ઉમદા ઉદાહરણ પૂરૃં પાડ્યું છે. સ્વ. હરિભાઈ ટોયટાને શિક્ષણ ક્ષેત્રે પણ પ્રશંસનીય કામગીરી કરી છે. શિક્ષણથી કોઈ વંચિત રહે નહીં તે માટે નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા દીકરા-દીકરીઓની સંપૂર્ણ ફી હરિબાપાએ ભરી હોવાના દાખલા છે. ગોપાલક કન્યા છાત્રાલય-રાજકોટના સ્થાપક ટ્રસ્ટી અને આણંદપુર ગામના વતની હરિભાઈ ટોયટાની અચાનક વસમી વિદાયથી સમસ્ત ભરવાડ ગ્રામજનો તથા મિત્રવર્તુળમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. તેમના નિઃસ્વાર્થ સેવા કાર્યો તમામ માટે પ્રેરણાદાયી બની રહેશે અને ભરવાડ સમાજ તેમને કાયમી યાદ રાખશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial