Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં ફેમિલી કોર્ટોમાં અધધ કેસો પેન્ડીંગ

કેન્દ્ર સરકારની રાજ્યોને મહત્તમ ફાસ્ટટ્રેક કોર્ટો માટે સતત અપીલ

નવી દિલ્હી તા. ૪: ગુજરાતની ફેમિલી કોર્ટોમાં ૫૩ હજારથી વધુ અને ફાસ્ટ ટ્રેક કોર્ટોમાં ૫૬૯૩ કેસ પેન્ડિંગ છે. જેથી મહત્તમ ફાસ્ટ ટ્રેક કોર્ટ સ્થાપવા રાજ્ય સરકારોને કેન્દ્ર સરકારે સતત અનુરોધ કર્યો છે.

મહિલાઓ, બાળકો, વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગો વિગેરે સંબંધિત સિવિલ અને સંપત્તિના કેસોનો ઝડપી નિકાલ આવે તે હેતુથી ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરાઈ હતી. જો કે ગુજરાતની ૫૪ જેટલી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ૫૬૯૩ જેટલા કેસ પેન્ડિંગ છે. તે ઉપરાંત કૌટુંબિક વિખવાદો સંબંધી કેસોનો ઝડપી ઉકેલ આવે તે માટે અલગ ફેમિલી કોર્ટની રચના કરાઈ હતી. તેમાં પણ દર વર્ષે હજારોની સંખ્યામાં કેસ પેન્ડિંગ રહે છે. ફેબ્રુઆરી-૨૦૨૫ના આંકડા મુજબ ૫૩,૦૭૭ જેટલા કેસ પેનિંગ છે.

નાગરિકોના ચોક્ક્સ વર્ગોને ઝડપથી ન્યાય મળે તે માટે છેલ્લા ૧૦ વર્ષથી ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરાઇ છે. જેમાં જધન્ય પ્રકળતિના ગુનાઓ, જોખમી રોગની સંક્રમિત વ્યક્તિઓ વિગેરેના કેસ પણ તેમાં ચલાવાય છે. રાજ્યસભામાં એક સવાલના જવાબમાં ન્યાય મંત્રાલય દ્વારા અપાયેલી માહિતી મુજબ પાંચ વર્ષથી વધુ સમયથી પેન્ડિંગ હોય તેવા કેસ માટે દેશભરમાં ૧૮૦૦થી વધુ ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરવા માટે ૧૪મા નાણા પંચ દ્વારા ૨૦૧૫થી ૨૦૨૦ના સમયગાળા દરમિયાન ભલામણ કરવામાં આવી હતી. જો કે ફેબ્રુઆરી-૨૦૨૫ની સ્થિતિએ દેશભરમાં હજુ સુધી ૮૫૭ ફાસ્ટ ટ્રેક કોર્ટની જ સ્થાપના કરી શકાઇ છે. જેમાં ૧૪,૯૨,૫૮૬ જેટલા કેસ પેન્ડિંગ છે. કેન્દ્ર સરકાર દ્વારા મહત્તમ ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરવા માટે રાજ્યોને વારંવાર ભલામણ કરવામાં આવેલી છે. ગુજરાતની ૫૪ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ૫૬૯૩ કેસ પેન્ડિંગ છે.

ગુજરાતની ફેમિલી કોર્ટોમાં ફેબ્રુઆરી-૨૦૨૫માં ૫૩,૦૭૭ જેટલા કેસ પેન્ડિંગ છે. ૨૦૨૩માં ૩૧,૯૫૪ અને ૨૦૨૪માં ૫૧,૯૯૯ જેટલા કેસ પેન્ડિંગ હતા. ફેમિલી કોર્ટમાં આવતા કેસના ઉકેલમાં ઝડપ આવી હોવા છતાં કેસોની સંખ્યા વધવાના કારણે પણ પેન્ડિંગ કેસ મોટી સંખ્યામાં રહે છે. ૨૦૨૩માં૩૯,૯૮૪ અને ૨૦૨૪માં ૪૨,૧૦૧ કેસનો ઉકેલ લવાયો હતો. ન્યાય મંત્રાલયે જવાબમાં એવી ટિપ્પણી કરી છે કે ફેમિલી કોર્ટની કાર્યવાહીમાં વિલંબ ભાવનાત્મક તણાવને જારી રાખવા સાથે સમયસર સમાધાનમાં વિલંબ ઉભો કરે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh