Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૪: જિલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને સૈનિક કલ્યાણ અને પુનવર્સવાટ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં અપાયેલી માહિતી મુજબ માસિક આર્થિક સહાય, દીકરી લગ્ન સહાય તથા અંતિમ ક્રિયા સહાય પેટે ભૂતપૂર્વ સૈનિકોના આશ્રિતોને રૂ. ૧૪ લાખથી વધુની ગત વર્ષે સહાય ચૂકવાઈ છે.
જિલ્લા કલેક્ટર અને જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ સમિતિ જામનગરના અધ્યક્ષ કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને સમિતિની ત્રિમાસિક બેઠક, અને સેવારત તથા પુર્વ સૈનિકોની સમસ્યા નિવારણ અંગેની બેઠકનું કલેક્ટર કચેરીના સભાખંડમાં આયોજન કરવામાં આવ્યું હતું.આ બેઠકમાં નિવૃત જવાનોના પરિવારોને રાજ્ય સરકાર તરફથી માસિક આર્થિક સહાય, દીકરી લગ્ન સહાય, સ્કોલરશીપ, અંતિમ ક્રિયા સહાય, યુદ્ધ જાગીર ભથ્થુ તથા કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવતી વિવિધ સહાયની વિગત કચેરીના મુખ્ય કારકુન યોગેશ સોનીએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનથી રજુ કરી હતી તેમજ પૂર્વ સૈનિકો તથા મંડળો તરફથી મળેલ મુદ્દાઓ બાબતે કલેક્ટર સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી.
બેઠકમાં જામનગર જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી કમાન્ડર સંદિપ જયસ્વાલે (નિવૃત) 'સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળ' અંગેની વિગતો આપતા જણાવ્યુ હતુ કે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, જામનગરને નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ દરમ્યાન જામનગર જિલ્લાના દાતાઓએ ફાળવેલ લક્ષ્યાંક રૂ. ૨૦,૦૦,૦૦૦/-ની સામે કુલ રૂ. ૪૫,૧૮,૧૯૪/- એકત્ર કરી કુલ ૨૨૫.૯૦% નો ફાળો એકત્ર કરવામાં મહત્વનો ફાળો આપેલ છે.તથા નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ તા. ૦૧-૦૪-૨૦૨૪ થી તા. ૨૮-૦૨-૨૦૨૫ સુધીમાં ૨૨ પરિવારોને રૂ. ૧૨,૮૮,૯૦૦/- ની માસીક આર્થિક સહાય ૧ પરિવારને રૂ. ૨૭,૫૦૦/- ની દીકરી લગ્ન સહાય તેમજ ૧૨ પરિવારોને અંતીમ ક્રિયા સહાય પેટે રૂ. ૧,૨૦,૦૦૦/-ની એમ કુલ રૂ. ૧૪,૩૬,૪૦૦/-ની સહાય ચુકવવામાં આવેલ છે.
ઉક્ત બેઠકમાં કલેક્ટરે જામનગરની જનતાને સશસ્ત્ર સેના ધ્વજદિન માટે ઉદાર હાથે ફાળો આપવા અપીલ કરેલ હતી તથા પૂર્વ સૈનિકો, સ્વ.સૈનિકોના ધર્મપત્ની અને તેઓના આશ્રીતીને શ્રેષ્ઠ આરોગ્યલક્ષી સવલતો મળી રહે તે માટેની કાર્યવાહીને પ્રાધાન્ય આપી સરકાર તરફથી લાગુ પડતી તમામ સહાયના લાભો સમયસર લાગુ પડતા લાભાર્થીઓને મળી રહે તે બાબતની કાર્યવાહી અગ્રતાના ધોરણે હાથ ધરવા સૂચન કરી માર્ગદર્શન પૂરૂ પાડયું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, અધિક નિવાસી કલેક્ટર બી.એન. ખેર, ઈન્ડિયન આર્મી, ઈન્ડિયન નેવી, અને ઈન્ડિયન એર ફોર્સના અધિકારીઓ, પ્રમુખ હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ, તથા સભ્યો ઉપસ્થિત રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial