Advertisement
Author: નોબત સમાચાર

હવે રાષ્ટ્રપતિની સહી થતા જ વકફ બિલ બનશે કાયદો

લોકસભા પછી રાજ્યસભામાં પણ મંજૂરી મળી જતા

નવી દિલ્હી તા.૪:     વકફ સુધારા બિલ, ૨૦૨૫ પર લાગી સંસદની મહોર લાગી ગઈ છે. રાજ્યસભામાં ૧૨૮ પક્ષમાં અને ૯૫ વિરોધમાં મત પડયા છે. હવે તે રાષ્ટ્રપતિ પાસે પહોંચશે, મંજૂરી મળતાં જ તે કાયદો બની જશે.

અગાઉ લોકસભામાં પસાર થયા બાદ, વકફ સુધારા બિલ, ૨૦૨૫ ગુરૂવારના રાજ્યસભામાં પણ પસાર થયું. આ બિલના સમર્થનમાં ૧૨૮ મત પડયા, જ્યારે તેની વિરુદ્ધ ૯૫ મત પડયા હતા. હવે આ પછી તેને રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવશે. જો મંજૂરી મળશે, તો તે કાયદો બનશે. સંસદે શુક્રવારે વહેલી સવારે વકફ (સુધારા) બિલ, ૨૦૨૫ ને મંજૂરી આપી હતી. અગાઉ, રાજ્યસભામાં ૧૩ કલાકથી વધુ સમય સુધી ચાલેલી ચર્ચા બાદ આ વિવાદાસ્પદ બિલને મંજૂરી આપવામાં આવી હતી. લોકસભામાં, ૨૮૮ સભ્યોએ આ બિલના પક્ષમાં મતદાન કર્યું અને ૨૩૨ સાંસદોએ તેની વિરુદ્ધ મતદાન કર્યું છે.

રાજ્યસભામાં સૌપ્રથમ ચર્ચા શરૂ કરતા કેન્દ્રીય લઘુમતી મંત્રી કિરેન રિજિજુએ કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પક્ષો પર મુસ્લિમ સમુદાયને ધમકાવવાનો આરોપ લગાવ્યો અને કહયું કે, કેન્દ્ર સરકાર સબકા સાથ, સબકા વિકાસના નારા પર કામ કરી રહી છે. બધાને ખાતરી આપું છું કે મુસ્લિમ સમુદાયની ધાર્મિક પ્રવૃત્તિઓમાં કોઈપણ પ્રકારની દખલગીરી કરવામાં આવશે નહીં.

વકફ બોર્ડ એક વૈધાનિક સંસ્થા છે અને તે કોઈપણ પરિસ્થિતિમાં ધર્મનિરપેક્ષ હોવી જોઈએ. આ બિલથી ગરીબ મુસ્લિમોને ઘણો ફાયદો થશે. વિપક્ષે બિલને 'મુસ્લિમ વિરોધી' અને 'ગેરબંધારણીય' ગણાવ્યું : ચર્ચા દરમિયાન, વિપક્ષી પક્ષો તરફથી ભારે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો, જેમણે બિલને 'મુસ્લિમ વિરોધી' અને 'ગેરબંધારણીય' ગણાવ્યું હતું, જ્યારે સરકારે જવાબ આપ્યો હતો કે 'ઐતિહાસિક સુધારા' લઘુમતી સમુદાયને લાભ કરશે. મંત્રીએ એવો પણ દાવો કર્યો હતો કે સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી) તેમજ હિસ્સેદારો દ્વારા આપવામાં આવેલા ઘણા સૂચનોને સરકાર દ્વારા લાવવામાં આવેલા બિલમાં સામેલ કરવામાં આવ્યા છે.

ગૃહમાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહૃાું કે વકફ સુધારા બિલ, ૨૦૨૫ લઘુમતીઓને હેરાન કરવા માટે લાવવામાં આવ્યું છે. ૧૯૯૫ના કાયદામાં જે મૂળભૂત તત્વો હતા તે સામેલ કરવામાં આવ્યા છે, પરંતુ ઘણી નવી બાબતો પણ સામેલ કરવામાં આવી છે, જેની જરૂર નહોતી. આ બિલમાં હજુ પણ ઘણી ખામીઓ છે. આનાથી નુકસાન થશે.

વકફ સુધારા બિલ, ૨૦૨૫ અંગે સમગ્ર વિપક્ષ એકજુટ દેખાયું. આ પહેલા, ઘણા મુદ્દાઓ પર વિપક્ષમાં મતભેદ હતો. હંમેશા એકબીજાનો વિરોધ કરતા કોંગ્રેસ અને આપ પણ સાથે જોવા મળ્યા.  આમ આદમી પાર્ટી પણ આ બિલના વિરોધમાં એક થઈ ગઈ. બધા વિપક્ષી પક્ષો એક સૂરમાં વિરોધ કરી રહૃાા હતા. કોંગ્રેસ, ટીએમસી, ડીએમકે, આપ, શિવસેના, સમાજવાદી પાર્ટી, આરજેડી અને ડાબેરી પક્ષો સહિત અનેક વિપક્ષી પક્ષોના નેતાઓએ આરોપ લગાવ્યો કે સરકારે ખોટા ઇરાદા સાથે આ બિલ લાવ્યું છે. તેમાંથી કેટલાકે બિલ પાછું ખેંચવાની પણ માંગ કરી.

ગૃહના નેતા જેપી નડ્ડાએ ચર્ચામાં હસ્તક્ષેપ કરતા કહયું કે, આ બિલ મુસ્લિમોની વિરુદ્ધ નથી અને તેનો હેતુ ગરીબોને મદદ કરવાનો અને મુસ્લિમ મહિલાઓના અધિકારોનું રક્ષણ કરવાનો છે. કોંગ્રેસ પાર્ટીનો ઉલ્લેખ કરતા નડ્ડાએ કહયું કે, તમે ભારતીય મુસ્લિમ મહિલાઓને બીજા વર્ગની નાગરિક બનાવી દીધી છે. ફક્ત ભારતમાં જ મુસ્લિમ મહિલાઓને મુખ્ય પ્રવાહમાં લાવવામાં આવી નથી. ઇજિપ્ત, સુદાન, બાંગ્લાદેશ અને સીરિયા જેવા મુસ્લિમ દેશોમાં ઘણા વર્ષો પહેલા ટ્રિપલ તલાક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુપીએ સરકારે તેના દાયકાના શાસન દરમિયાન મુસ્લિમ મહિલાઓ માટે કંઈ કર્યું નહીં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh