Advertisement
Author: નોબત સમાચાર

ક્રૂડની કિંમતો કડડભૂસઃ ડોલર સામે રૂપિયો મજબૂત ટ્રમ્પ ટેરિફ ઈફેક્ટઃ બીએસઈ સેન્સેકસમાં ૧૦૦૦ પોઈન્ટનો કડાકો

ભારતની ફોરેકસ બચતમાં વધારો થઈ શકે છે

નવીદિલ્હી તા. ૪: ટ્રમ્પ ટેરિફ એટેકના કારણે ક્રુડની કિંમતો ઘટી, ડોલર સામે રૂપિયો મજબૂત થયો પરંતુ ભારતીય શેરબજારમાં ૮૦૦ પોઈન્ટનો કડાકો બોલ્યો, આમ, મિશ્ર અસરો થઈ રહેલી જોવા મળે છે. 

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ લાગુ કરતાં ડોલર ઈન્ડેક્સ અને ક્રૂડ ઓઈલ કડડભૂસ થયા છે. જેનો સીધો લાભ ભારતીય રૂપિયાને થયો છે. આજે ડોલર સામે રૂપિયો ૪૦ પૈસા સુધરી ૮૫ની સપાટી અંદર પહોંચ્યો હતો. આ સાથે ભારતીય રૂપિયો આજે ડોલર સામે ત્રણ માસની ટોચે નોંધાયો છે. ફોરેક્સ માર્કેટમાં આજે ડોલર સામે રૂપિયો ૮૫.૦૪ પર ખૂલ્યા બાદ ઘટી ૮૪.૯૯ થયો હતો. જે પાછલા સેશનમાં  ૮૫.૪૪ના લેવલની તુલનાએ ૪૦ પૈસા સુધારો દર્શાવે છે. ડિસેમ્બર, ૨૦૨૪ બાદ ડોલર સામે રૂપિયાનું મૂલ્ય ૮૫ અંદર નોંધાયું છે. ડોલર સામે રૂપિયો મજબૂત થયો છે.

ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફના કારણે વૈશ્વિક સ્તરે મંદીના વાદળો ઘેરા બન્યા છે. જેના કારણે ડોલર ઈન્ડેક્સ સપ્ટેમ્બર, ૨૦૨૪ પછીની સૌથી નીચી સપાટી ૧૦૧.૭૩ પર પહોંચ્યો છે. જે માર્ચમાં ૨.૩૯ ટકા ઉછળ્યા પછી છેલ્લા પાંચ દિવસમાં ૨.૧૬ ટકા તૂટ્યો છે. ડોલર ઈન્ડેક્સે હાલમાં જ ૧૧૦.૧૮ની રેકોર્ડ ટોચ નોંધાવી હતી.

ટ્રમ્પની ટેરિફની જાહેરાત બાદથી ડોલર છેલ્લા ૧૫ દિવસમાં સતત ગગડી રહૃાો છે. જેના કારણે હાલ તે વાર્ષિક ધોરણે ૬.૧૬ ટકા અને ત્રિમાસિક ધોરણે ૬.૫૭ ટકાનો કડાકો નોંધાવ્યો છે.

બીજી તરફ ક્રૂડ ઓઈલની કિંમતો પણ કડડભૂસ થઈ છે. ઓપેક+ના ઉત્પાદન વધારવાના નિર્ણય વચ્ચે ટ્રમ્પે ટેરિફ લાદતાં ક્રૂડ ઓઈલ છ ટકા સુધી તૂટ્યું છે. ગઈકાલે બ્રેન્ટ ફ્યુચર્સ ક્રૂડ ૬.૪૨ ટકા તૂટી ૭૦.૧૪ ડોલર પ્રતિ બેરલ પર ક્વોટ થઈ રહૃાું હતું. આજે વધુ ૧.૫૪ ટકાના કડાકા સાથે ૬૯.૧૫ ડોલર પર ટ્રેડ થઈ રહૃાું છે.

ભારત પોતાની જરૂરિયાતના ૮૦ ટકાથી વધુ ક્રૂડ આયાત કરે છે. ક્રૂડના ભાવોમાં ઘટાડો અને ડોલરમાં પણ ગાબડાંના કારણે ભારતની ફોરેક્સ બચતમાં વધારો થવાની શક્યતા છે.

એલકેપી સિક્યુરિટીના રિસર્ચ એનાલિસ્ટ (કોમોડિટી અને કરન્સી) જતિન ત્રિવેદીએ જણાવ્યું કે, ડોલરની તુલનાએ રૂપિયામાં ઝડપી રિકવરી જોવા મળી છે. વૈશ્વિક સંકેતો અને એફઆઈઆઈના પ્રવાહના કારણે ડોલર સામે રૂપિયો ૮૫-૮૫.૯૦ની રેન્જમાં રહેશે.

ડોલર સામે રૂપિયો મજબૂત બનતાં આયાતો સસ્તી થશે. જો કે, અમેરિકાથી આયાત કરવા પર લાગુ ૨૬ ટકા રેસિપ્રોકલ ટેરિફનો બોજો ભારતીય આયાતકારો પર પડશે. ઓટોમોબાઈલ, ઈલેક્ટ્રોનિક્સ, એગ્રી, ક્રૂડ, મેટલ્સની આયાત સસ્તી થશે. ઉલ્લેખનીય છે, વૈશ્વિક વેપાર માટે ડોલર મુખ્ય કરન્સી સ્વરૂપે કાર્ય કરે છે.

આ તરફ અમેરિકા ૫છી ભારતના શેરબજારમાં પણ કડાકો બોલ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા  દુનિયારભરના દેશો પર ટેરિફ લાગુ કરવાનો નિર્ણય લેવાયા બાદ અમેરિકાના સ્ટોક માર્કેટમાં કડાકાની સ્થિતિ વચ્ચે હવે વિવિધ દેશોના શેરબજારમાં પણ હડકંપ મચી ગયો છે.

અમેરિકાના સ્ટોક માર્કેટ ઈન્ડેક્સ નેસ્ડેકની વાત કરીએ તો તેમાં ૬% જેટલો કડાકો બોલાઈ ગયો હતો જ્યારે ડાઉ જોન્સ ઈન્ડેક્સમાં પણ ૧૬૦૦ પોઇન્ટ એટલે કે લગભગ ૪%નો કડાકો બોલાયો હતો. એસએન્ડપી ૫૦૦માં પણ ૫%નો એક ઝાટકે કડાકો નોંધાયો હતો. જેની અસર હવે સીધી ભારતીય શેરબજાર પર દેખાઈ રહી છે.

બીએસઈ સેન્સેક્સમાં આજે સતત બીજા દિવસે કડાકાની સ્થિતિ દેખાઈ છે. છેલ્લા અહેવાલો મુજબ સેન્સેક્સ ૮૦૦ પોઈન્ટ સુધી તૂટી ગયો હતો. જ્યારે નિફ્ટીમાં પણ ૩૦૦ પોઈન્ટ જેવો ઘટાડો દેખાયો હતો. બીએસઈ હેઠળ આવતા ટોપ ૩૦ શેરમાંથી ૨૬ તૂટીને ટ્રેડ કરી રહ્યા છે. જો કે એચડીએફસી બેંક, ભારતી એરટેલ સહિત અમૂક શેરોમાં તેજી દેખાઈ છે જ્યારે મોટો કડાકો ટાટા મોટર્સના શેરમાં નોંધાયો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh