Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૫૪મા રાષ્ટ્રીય સુરક્ષા દિવસ અંતર્ગત
જામનગર તા. ૪: જીએસઈસીએસ, ટીપીએસ, સિકકામાં ૫૪મા રાષ્ટ્રીય સુરક્ષા દિવસ અંતર્ગત સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.
પાવર સ્ટેશનના વડા એચ.ડી. મુંધવાના હસ્તે સુરક્ષા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. મુખ્ય ઈજનેર એચ.ડી. મુંધવાના હસ્તે સેફટી બેઝ સેફટી પોસ્ટરનું વિમોચન કરવામાં આવ્યું હતું. એ.સી. પ્રોજેકટ ડી.કે. વસાવાએ સેફટી અંગેના સંદેશનું વાચન કર્યું હતું. કર્મચારીઓએ સેફટી ડ્રામ રજુ કર્યું હતું. કોન્ટ્રાકટરના કર્મયોગીઓએ સેફટી કૃતિ રજુ કરી હતી. ઓફિસર એ.જે. ધારૈયાએ ગત વર્ષનો સેફટી અહેવાલ રજુ કર્યો હતો. ફેકટરી મેનેજર એન.આર. પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું.
આ કાર્યક્રમમાં ફેકટરી મેનેજર તથા એસી. ઓપરેશન એન.આર. પટેલ, એ.સી. પ્રોજેકટ ડી.કે. વસાવા, એસ.ઈ. મેકેનિકલ આર. એન. પટેલ, એ.સી. ઈલેકટ્રીકલ એચ.એચ. કહર, ઈન્ચાર્જ એ.સી. સિવિલ બી.ડી. સનારીયા, ઈન્ચાર્જ એ.સી. સોલાર એ.ડી. પેશાવરીયા, ડી.જી.એમ. રાજેશ આર. રબારી, પી.ઓ. પી.પી. પ્રજાપતિ, આઈ.આર.ઓ. એન.જી. પરમાર, એકાઉન્ટ ઓફિસર મૌલિક દોશી, મેડિકલ ઓફિસર ડોકટર ટી.જે. રાદડિયા, સીઆઈએસએફ ઈન્સ્પેકટર સિકકા ટીપીએસના અધિકારીઓ તથા કર્મચારીઓ રીક્રિએશન કલબના હોદ્ેદારો, યુનિયનના હોદ્દેદારો, તેમજ કોન્ટ્રાકટરના કર્મયોગીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતમાં કાર્યપાલક ઈજનેર એસ.આર. કોટક દ્વારા સુરક્ષા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. ડેપ્યુટી એન્જિનિયર પી.એમ. જેઠવા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. અંતમાં સુરક્ષા સાધનોનું ડેમોસ્ટ્રેશન જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા તેમ એન.ડી. ત્રિવેદીએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial