Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સલાયાની બેંક ઓફ બરોડના કેશીયર દ્વારા વેપારીઓ પ્રત્યે ઓરમાયુ વર્તનઃ
સલાયા તા. ૪: સલાયા બેંક ઓફ બરોડા અવાર નવાર ચર્ચાઓમાં રહે છે, ક્યારેક ગ્રાહકો સાથે અણછાજતું વર્તન કર્મચારીઓ કરે છે તો ક્યારેક કામમાં ઢીલી નીતિઓની ફરિયાદો પણ ઉઠે છે. સલાયામાં સાક્ષરતાનું પ્રમાણ ઓછું હોય લોકો ફરિયાદ કરતા અચકાઈ છે. હાલમાં બે દિવસ અગાઉ સલાયામાં વેપારીઓએ પોતાના કરંટ એકાઉન્ટમાં કેસ પૈસા ભરવા લાઇનમાં ઉભા હતા. ૩ દિવસની રજા બાદ બેંકો ખુલી હતી એટલે સ્વભાવિક લાઇન મોટી હતી. પરંતુ વેપારીઓ કરંટ એકાઉન્ટ હોવા છતાં લાઇનમાં ઊભી કેસ પૈસા ભરવા ઊભા હતા. અંદાજે ૪૦ મિનિટ બાદ વેપારીનો વારો આવતા કેશિયર દ્વારા બળજબરીથી પાછળના બે થી ત્રણ વ્યક્તિઓને પૈસા આપવા માટે આગળ બોલાવ્યા, ખરેખર આટલી બધી વાર લાઇન ઊભા રહી જે વેપારીનો વારો હતો એમના પૈસા લીધા નહીં,આ કેશરીયરને વેપારીએ રજૂઆત કરી કે સાહેબ અમારો આટલી વાર ઊભા પછી વારો આવ્યો અને તમે પાછળના લોકોને બોલાવો એ વ્યાજબી ન કહેવાઈ. તો કેશિયર દ્વારા આ બાબતે ઉધતાઇ થી જવાબ અપાયો કે કામ તો એમજ થશે તારે જેને કહેવું હોય એને કહી દે! જેથી વેપારી મેનેજર પાસે ફરિયાદ માટે ગયા ત્યારે મેનેજર સાહેબ તો જાણે કઇ બન્યું જ ન હોય એમ ખોટા જવાબો આપ્યા, જેથી વેપારીએ પણ પોલીસને જાણ કરી કે અહીં વ્યવસ્થામાં લગતા વળગતાઓને પહેલા સવલતો મળે છે. જેથી પોલીસે આવી મામલો થાળે પાડયો હતો.
આ બોલાચાલીમાં બેંકમાં સિકયુરિટ ગાર્ડ પણ વેપારીને ઉત્તેજના પૂર્વક કડકાઈથી વર્તન કરતા જોવા મળ્યા હતા.આથી વેપારી દ્વારા રિજિયોનલ બેન્ક અને લિડબેંક ને ફરિયાદ કરી છે તેમજ ઓનલાઇન પણ બેંકમાં કેશિયર અને મેનેજર વિરુદ્ધ ગેર વર્તણૂકની ફરિયાદ કરી છે. આમ અવારનવાર આ બેન્ક ઓફ બરોડાના સ્ટાફના ગેર વર્તણૂકના બનાવોથી વેપારીઓ પોતાના ખાતા બીજી બેંકોમાં ટ્રાન્સફર કરાવી રહૃાા છે.આ બાબતે સલાયા શહેર ભાજપના મહામંત્રી સુમિત લાલ દ્વારા પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરેલ છે. જેમાં કેસ લેવા તથા આપવા બને માટે અલગ અલગ કાઉન્ટરની માંગ કરવામાં આવેલ છે. તેમજ કરંટ એકાઉન્ટ ધારકોને પણ હેરાનગતિ ન થાય એ માટે યોગ્ય વ્યવસ્થા કરવા માંગણી કરાઇ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial