Advertisement
Author: નોબત સમાચાર

એનસીવીટી પેટર્નની પરીક્ષા માટે ૧૫ એપ્રિલ સુધીમાં અરજી કરી શકાશે

આઈટીઆઈ-જામનગરમાં જુલાઈ-૨૦૨૫માં યોજાનાર

જામનગર તા. ૪: આઈ.ટી.આઈ. જામનગરમાં એન.સી.વી.ટી. પેટર્નની પરીક્ષા આપવા તા. ૧૫ એપ્રિલ સુધીમાં અરજી કરી શકાશે

આઈ.ટી.આઈ.જામનગરમાં આગામી જુલાઈ-૨૦૨૫માં યોજાનાર અખિલ ભારતીય વ્યવસાય કસોટીમાં ખાનગી ઉમેદવાર તરીકે ઉપસ્થિત થવા ઈચ્છુક અરજદારો પાસેથી અરજી મંગાવાઈ છે. લાયક બનતા સીઈઓ, જીસીવીટી, એસસીવીટી પરીક્ષામાં ઉત્તિર્ણ આઈટીઆઈના ભુતપુર્વ તાલીમાર્થીઓ, એનસીવીટી ટ્રેડ પાસ એલાઈડ ટ્રેડની પરીક્ષામાં ઉપસ્થિત થવા ઈચ્છતા તથા માન્ય શૈક્ષણિક લાયકાત અને નિયત માન્ય અનુભવ, વય મર્યાદા ધરાવતાં અરજદારો અને એપ્રેન્ટીસશીપ એક્ટ હેઠળ નોંધાયેલા એકમો, એપ્રેન્ટીસશીપ પોર્ટલ પર નોંધાયેલા લધુ, નાના, મધ્યમકક્ષાના એકમો સરકારી એકમો સ્થાનિક ઓથોરીટી હેઠળના એકમો, ફેક્ટરી એક્ટ-૧૯૪૮ હેઠળના શોપ અને એસ્ટાબ્લિસ્ટમેન્ટ એક્ટ હેઠળ નોંધાયેલા એકમોમાં ૩(ત્રણ) વર્ષનો અનુભવ ધરાવતા અરજદારો તા.૧૫/૦૪/૨૦૨૫ ના ૪:૦૦ વાગ્યા સુધીમાં આઈ.ટી.આઈ.માં કામકાજના દિવસો દરમ્યાન સવારે ૧૧:૦૦ થી ૦૪:૦૦ સુધી રૂબરૂ સંપર્ક કરી જરૂરી શૈક્ષણિક લાયકાત/વ્યવસાય અને અનુભવના પ્રમાણપત્ર સાથે અરજી કરી શકશે.નિયત નમુનાની અરજી તથા ખાનગી ઉમેદવાર તરીકેની પાત્રતાની વધુ વિગતો કે માહિતી સંસ્થામાંથી મેળવી ઉમેદવારી નોંધાવી શકાશે. ડાયરેક્ટર જનરલ તાલિમ નવી દિલ્હીના નવા ધારધોરણો મુજબ જે તે સંસ્થા ખાતેના એફિલેટેડ બેઠકોના ૧૦% કરતાં વધુ અરજીઓ આવે તો પ્રિટેસ્ટ લઈ મેરીટમાં આવતા ઉમેદવારો જ ફાઇનલ પરીક્ષામાં બેસવાપાત્ર થશે જેની નોંધ લેવા આચાર્ય, ઔદ્યોગિક તાલીમ સંસ્થા જામનગરની યાદીમાં જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh