Advertisement
Author: નોબત સમાચાર

રોટલી આપવાની ના પાડતા હત્યાના અઢી દાયકા પહેલાના કેસમાં આરોપીનો છૂટકારો

એલ.એ.ડી.સી. તરફથી લીગલ એઈડ હેઠળ વકીલ નિમાયા હતા

જામનગર તા. ૪: વહાણમાં રસોઈયાએ રોટલી આપવાની         ના પાડતા છરી હુલાવીને હત્યા નિપજાવવાના અઢી દાયકા પહેલાના કેસમાં સેશન્સ કોર્ટે આરોપીને શંકાનો લાભ આપીને છૂટકારો ફરમાવ્યો છે.

વર્ષ-૧૯૯૮ ની ર૦મી સપ્ટેમ્બરે બેડીબંદર પર એક શીપમાં મજૂરી કામે ગયેલ ટૂકડી માટે ડ્રાઈવીંગ કામ કરતો મહમ્મદ અઝહર ક્યૂમ શેખ (રહે. મૂળ સલવાર ગામ, દરભંગા-બિહાર) રસોઈ બનાવી રહ્યો હતો, ત્યારે રાજેશે તેને "તું મને રોટી કેમ આપતો નથી...?" તેવું કહીને તકરાર કરી હતી, અને બોલાચાલી તથા ઝપાઝપી થતા  મહમ્મદ અઝહરે રાજેશને પેટમાં ડાબી બાજુ છરી મારી દેતા તેને શીપમાંથી નીચે ઉતારતા રાજેશ મૃત્યુ પામ્યો હોવાથી પોલીસે આઈપીસી ૩૦ર અને ગુજરાત પોલીસ એક્ટની કલમ ૧૩પ (૧) મુજબ ગુન્હો નોંધ્યો હતો.

આ કેસ જામનગરના જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની અદાલતમાં રજૂ કરાયો હતો, અને રરમી જાન્યુઆરી-૧૯૯૯ ના દિવસે સેશન્સ કમિટ કરાયો હતો. તે પછી આરોપી લાંબા સમય સુધી અદાલત સમક્ષ હાજર નહીં થતા વારંવાર સમન્સ અને વોરંટ કાઢવા છતાં આરોપી મળી આવતો નહીં હોવાથી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની જોગવાઈઓ મુજબ અદાલતે આરોપી તરફથી એલ.એ.ડી.સી. તરફથી વિદ્વાન વકીલ એમ.બી. સોમૈયાની નિમણૂક કરી હતી, અને આરોપી સામે ચાર્જશીટ થયા પછી તબક્કાવાર સુનાવણી શરૂ થઈ હતી.

ફરિયાદપક્ષે પંચો, સાહેદો, મેડિકલ ઓફિસર, પોલીસ અધિકારી વિગેરે સાત જેટલા મૌખિક પુરાવા અને પોષ્ટમોર્ટમ રિપોર્ટ, મુદ્દામાલનું પંચનામુ, એફએસએલ રિપોર્ટ વિગેરે ૧ર જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતાં.

તે પછી આરોપીનું નિવેદન, સ્થળ તપાસ, ઉલટ તપાસ વિગેરે પ્રક્રિયા સંપન્ન થયા પછી એલએડીસી દ્વારા નિમાયેલ એડવોકેટ મનિષભાઈ બી. સોમૈયાની તર્કબદ્ધ દલીલોને ગ્રાહ્ય રાખીને સેશન્સ કોર્ટે આખરી આદેશ કર્યો હતો, અને એડિશ્નલ સેશન્સ જ્જ વી.પી. અગ્રવાલ સાહેબે આરોપીને પુરાવાના અભાવે શંકાનો લાભ આપીને છોડી મૂકવાનો આદેશ કર્યો છે.

આ કેસની વિશેષતા એ હતી કે, અઢી દાયકાથી વધુ સમયગાળો ધરાવતા આ કેસ માટે આરોપી તરફથી સરકારી ખર્ચે એલએડીસી તરફથી નિમાયેલા એડવોકેટ મનિષભાઈ સોમૈયાએ આરોપીને ધારદાર દલીલો કરીને નિર્દોષ છોડાવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh