Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હોસ્પિટલ પાસેથી બેભાન હાલતમાં મળેલા વૃદ્ધનું મૃત્યુ
જામનગર તા.૪ : જામજોધપુર તાલુકાના તરસાઈ ગામમાં વસવાટ કરતા આશિકભાઈ જમનભાઈ જગતીયા (ઉ.વ.ર૭) નામના પ્રજાપતિ યુવાન ગયા રવિવારે રાત્રે ભીખુભાઈ ભાણજીભાઈ નામના ખેડૂતના ખેતરમાં કામ કરતા હતા. આ વેળાએ કોઈ રીતે થ્રેસર મશીનમાં આવી જતાં આશિકભાઈને ગંભીર ઈજા થઈ હતી. સારવારમાં ખસેડાયેલા આ યુવાનનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. હરજીવનભાઈ મયુરભાઈ જગતીયાએ પોલીસને જાણ કરી છે. જામનગરની જી.જી. હોસ્પિટલના પ્રથમ દરવાજા પાસેથી ગઈકાલે બપોરે સાંઈઠેક વર્ષના લાગતા અજાણ્યા વૃદ્ધ બેભાન જેવી હાલતમાં મળી આવતા ગાંધીનગરમાં રહેતા સમાજ સેવક હિતેશગીરી ગોસાઈએ તેઓને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. આ વૃદ્ધને ચકાસ્યા પછી તબીબે મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. પીએસઆઈ ડી.જી. રાજે મૃતદેહનો કબજો સંભાળી તેઓની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે. ઉપરોક્ત તસ્વીરવાળા મૃતક પાતળો બાંધો, શ્યામવર્ણ ધરાવે છે. તેમના શરીર પર સફેદ ધોતી અને સફેદ શર્ટ પહેરેલો છે. આ વૃદ્ધ અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ મોબાઈલ ૬૩૫૯૬ ૨૯૩૫૩ અથવા ૯૪૨૮૨ ૧૪૬૮૧નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial