Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં અસહ્ય બફારોઃ મહત્તમ ૩૬.ર ડીગ્રી

ભેજનું પ્રમાણ ૭૭ ટકા રહેતા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧: જામનગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ પાંચ ટકા વધીને ૭૭ ટકાએ પહોંચી જતા અસહ્ય બફારો અનુભવાયો હતો. મહત્તમ તાપમાન નહીંવત્ ઘટીને ૩૬.ર ડીગ્રી નોંધાયું હતું.

જામનગરમાં બુધવારે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન વાતાવરણમાં ભેજનું પ્રમાણ પાંચ ટકા વધીને ૭૭ ટકાએ પહોંચી ગયું હતું. ભેજનું પ્રમાણ વધુ રહેતા પ્રજાજનોએ અસહ્ય બફારાથી આકૂળ-વ્યાકૂળ થઈ ગયા હતાં.

નગરમાં નહીંવત્ ઘટીને મહત્તમ તાપમાન ૩૬.ર ડીગ્રી નોંધાયું હતું. ભેજનું પ્રમાણ અને તાપમાન વધુ રહેતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અસહ્ય ઉકળાટમાંથી રાહત અપાવવમાં પંખા પણ નિષ્ફળ રહ્યા હતાં. ગરમી અને બફારાના ડબલ એટેકથી લોકો પરશેવે રેબઝેબ થઈ ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા હતાં. નગરમાં લઘુતમ તાપમાન કોઈ વધારા કે ઘટાડા વગર ર૮.પ ડીગ્રીએ સ્થિર રહ્યું હતું. પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ ર૦ થી રપ કિ.મી.ની રહેવા પામી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh