Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વકીલ સહિત ત્રણ સામે કરાઈ હતી રાવઃ
જામનગર તા. ૧: ખંભાળિયાના એક વકીલ અને તેના માણસે ખંભાળિયાના એક વેપારીને રૂ।.૧ કરોડ ૧૧ લાખમાં પ્લોટ વેચાતો અપાવવાનો કરાર કરાવી રૂ।.૬૦ લાખ મેળવી લીધા પછી તે જગ્યા સરકારની હોવાનું ખૂલતા વેપારીએ પોતાના પૈસા પરત માંગ્યા હતા તેની ચૂકવણી માટે ત્રણ ચેક અપાયા હતા. આ ચેક પરત ફર્યાની ફરિયાદ ચાલી જતા અદાલતે એક શખ્સને એક વર્ષની કેદ તથા ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે.
ખંભાળિયા શહેરમાં અંદાજે સોએક વર્ષ જૂની સોની કાંતિલાલ દેવકરણ નામની પેઢીવાળા મૌલિકભાઈ વાયાએ વર્ષ ૨૦૧૫માં જમીનમાં રોકાણ કરવા માટે પોતાને ત્યાં આવતા ગ્રાહક અને ખંભાળિયાના એડવોકેટ કમલ ત્રિવેદી સાથે વાત કરી હતી. કમલે જે તે વખતે પોતાના માણસ મેહુલ પરમારને સાથે રાખી સલાયા-ખંભાળિયા રોડ પર સરકારી હોસ્પિટલ સામે આવેલો એક પ્લોટ મૌલિકભાઈને બતાવ્યો હતો અને કહેવાતી સોનાની લગડી જેવા આ પ્લોટ અંગે રૂ।.૧ કરોડ ૧૧ લાખમાં સોદો કરાવી આપ્યો હતો.
ત્યારપછી રૂ।.૬૦ લાખ મૌલિકભાઈ પાસેથી લેવાયા હતા અને કાગળ ક્લિયર થઈ ગયે દસ્તાવેજ કરાવી આપવાનું જણાવાયું હતું તેને સમય વીતી ગયો હોવા છતાં દસ્તાવેજ કરાવાયો ન હતો તે દરમિયાન આ જમીન સરકારના અન્ય પ્રોજેક્ટના કામમાં ઉપયોગમાં લેવાતા મૌલિકભાઈએ તપાસ કરાવતા તે જમીન સરકારની હોવાનંુ ખૂલ્યું હતું તેથી છેતરાઈ ગયાની લાગણી અનુભવતા મૌલિકભાઈએ વકીલ કમલ ત્રિવેદી તથા મેહુલ પરમારનો સંપર્ક કરતા આ વ્યક્તિઓએ અલગ અલગ રકમના ત્રણ ચેક લખી આપ્યા હતા.
તે ત્રણેય ચેક બેંકમાંથી પરત ફરતા આખરે ખંભાળિયાની અદાલતમાં વકીલ કમલ ત્રિવેદી, તેમની પુત્રી તથા મેહુલ પરમાર સામે ચેક પરતની ફરિયાદ કરવામાં આવી હતી. બંને પક્ષ તરફથી રજૂ થયેલી દલીલો સાંભળ્યા પછી અદાલતે વકીલ કમલ ત્રિવેદીના માણસ મેહુલ જયંતિલાલ પરમારને તકસીરવાન ઠરાવી એક વર્ષની કેદ તથા ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે. મૌલિકભાઈ તરફથી જામનગરના વકીલ અનિલ જી. મહેતા તથા તેમની ટીમના અર્જુનસિંહ સોઢા, વિવેક જાની, રઘુવીરસિંહ જાડેજા, પાયલ રાઠોડ, દેવીબેન ચાવડા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial