Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ક્લાસીસમાં અગ્નિશમન માટેની વ્યવસ્થા રાખવી જરૂરીઃ
જામનગર તા. ૧: જામનગરમાં જુદા જુદા સ્થળે ધમધમતા ટ્યૂશન તથા કોચિંગ ક્લાસમાં ફાયર વિભાગ દ્વારા અગ્નિને લગતી ચકાસણીના કારણોસર તપાસ કરતા ત્રણ કલાસીસ સીલ કરી દેવા પડ્યા છે. એક કલાસીસને નોટીસ પાઠવી દેવામાં આવી છે.
લખનૌમાં થોડા દિવસ પહેલા સર્જાયેલી કરૂણાંતિકાના પગલે જામનગર શહેરમાં પણ ધમધમતા ટ્યૂશન-કોચિંગ ક્લાસમાં ફાયરબ્રિગેડ વિભાગ દ્વારા ફાયર એનઓસીના મામલે ચકાસણી શરૂ કરવામાં આવી હતી.
પ્રથમ તબક્કામાં જામનગરમાં બે ટ્યૂશન ક્લાસને સીલ કરવામાં આવવા ઉપરાંત એક ટ્યૂશન કલાસમાં નોટીસ પાઠવવામાં આવી હતી. અન્ય કલાસીસના સ્થળે પહોંચેલી ફાયરબ્રિગેડની ટીમને તાળા જોવા મળ્યા હતા.
તે પછી ગઈકાલે ફરીથી ફાયરબ્રિગેડ વિભાગે ફાયર ઓફિસર ધર્મેન્દ્રસિંહ જાડેજાના વડપણ હેઠળ એનઓસી ચકાસણી કામગીરી હાથ ધરી હતી. જેમાં દીપક ટોકિઝના સ્થળે બનાવવામાં આવેલા દીપક શોપીંગ સેન્ટરમાં ઓમ ટ્યૂશન કલાસ તથા મોરલ ટ્યૂશન કલાસમાં ચકાસણી કરાતા ત્યાં ફાયર એનઓસી ન હોવા ઉપરાંત ફાયર સેફ્ટીના સાધનો પણ ન હોવાનું જણાઈ આવ્યું હતું. આ બંને કલાસીસમાં હાજર વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા પછી બંને કલાસ સીલ કરી દેવામાં આવ્યા છે. જ્યારે રણજીતનગરમાં કે.ડી. એકેડેમી નામના કોચિંગ કલાસમાં પણ ફાયર સલામતીની વ્યવસ્થા ન જોવા મળતા તેને પણ સીલ કરવામાં આવ્યું છે.
ત્યાં જ આવેલા અન્ય એક કલાસમાં પણ ચકાસણી કરાતા ફાયર એનઓસી જોવા મળી ન હતી અને ફાયર સીસ્ટમની પણ ચકાસણીની જરૂરિયાત જણાતા તે માટે નોટીસ પાઠવાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial