Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કૌભાંડિયાઓની સ્થાનિકો સાથે સાઠગાંઠઃ
જામનગર તા. ૧: જામનગરના જીએસટી કૌભાંડમાં તંત્રે મોટી કાર્યવાહી કરી છે અને બ્રાસપાર્ટસની પાંચ પેઢીની કરોડોની મિલકતો જપ્ત કરાઈ છે. રાજ્ય વેરા વિભાગે ર૦ થી વધુ સ્થળોએ તપાસ કરતા બોગસ બિલિંગ થકી ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવનારા મુખ્ય સૂત્રધારો ફરાર થઈ ગયા છે.
જામનગરમાં જીએસટી કરચોરી અને બોગસ બિલિંગના એક સંગઠિત નેટવર્ક સામે રાજ્ય વેરા વિભાગે અત્યાર સુધીનું સૌથી મોટું મેગા ઓપરેશન હાથ ધરીને ર૦ થી વધુ સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા છે.
આ કડક કાર્યવાહી અંતર્ગત બ્રાસપાર્ટસની પાંચ જેટલી પેઢીઓના સંચાલકોની કરોડો રૂપીયાની સંપત્તિ, જેમાં કારખાના, ઈન્ડસ્ટ્રીયલ શેડ, વાડી અને મકાનોનો સમાવેશ થાય છે. તેને ટાંચમાં લઈ જપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
જીએસટી વિભાગની આ તવાઈમાં વિવિધ પેઢીઓ અને તેમના માલિકો પર સકંજો કસાયો છે. જેમાં 'દેવ ઈમ્પેક્ષ'ના પ્રફુલ સંઘાણી સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરાઈ છે, જ્યારે 'રિધમ મેટલ'ના રાહુલ નાગજી વસોયાનો ઔદ્યોગિક શેડ અને 'એન્જલ એન્ટરપ્રાઈઝ'ના સુરેશ વસોયાની વાડી તેમજ મકાન જપ્ત કરાયા છે. આ ઉપરાંત 'શ્રી રામ મેટલ'ના હાર્દિક ઓધવજી ગઢિયાની દરેડ શિવમ્ ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલી અંદાજે ૧ કરોડ રૂપિયાની મિલકત જપ્ત કરવામાં આવી છે, જ્યારે 'ખોડલ એન્ટ્રરપ્રાઈઝ'ના મયંક જેન્તિલાલ ગઢિયાની મિલકતો અંગે પણ ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.
જીએસટી વિભાગની પ્રાથમિક તપાસમાં એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ આખુંય કૌભાંડ ભાવનગર અન જસદણના અમુક ઈસમો દ્વારા જામનગરમાં બોગસ પેઢીઓ ઊભી કરીનેે આચરવામાં આવતું હતું. બહારગામથી આવેલા આ તત્ત્વોએ જામનગરના કેટલાક સ્થાનિક વેપારીઓ અને સગા-સંબંધીઓની મિલીભગતથી ગરકાયદસર રીત ઈનપુટ ટેક્સ ક્રેડિટ (આઈ.ટી.સી.) મેળવીને નાણાની મોટી લેતી-દેતી કરી સરકારને કરોડોનો ચૂનો લગાવ્યો છે.
જીએસટીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બોગસ બિલિંગ કૌભાંડના મુખ્ય સૂત્રધારો સુરેશ વસોયા અન હાર્દિક ઓધવજી ગઢિયા હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે, જેને પગલે સમગ્ર વેપારી આલમમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા અને આ કરચોરીના નેટવર્કને સંપૂર્ણપણે તોડી પાડવા માટે જીએસટી વિભાગ દ્વારા ભાવનગર પોલીસ સહિતના પોલીસ તંત્રની વિશેષ મદદ લેવામાં આવી રહી છે અને સ્થાનિક મદદગારીની પણ સઘન શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial