Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રીસ પોલીસ જમાદારોને એએસઆઈ બનાવાયા પછી
ખંભાળિયા તા. ૧: અગાઉ ૩૦ જમાદારને એ.એસ.આઈ. બઢતી પછી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૪૧ પોલીસ કોન્સ્ટેબલોનેે હેડકોન્સ્ટેબલ તરીક જિલ્લા પોલીસ વડા દ્વારા બઢતી અપાતા પોલીસ બેડામાં ખુશી છવાઈ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળાએ તા. ર૯/૬ ના ૩૦ પોલીસ જમાદારોને અ.એસ.આઈ. તરીક બઢતી આપી હતી, ત પછી ગઈકાલે વધુ ૪૧ પોલીસ કોન્સ્ટેબલને પોલીસ જમાદાર તરીકે બઢતી આપવામાં આવતા બે દિવસમાં ૭૧ પોલીસકર્મીને બઢતી મળતા પોલીસ બેડામાં 'દિવાળી'નો માહોલ થઈ ગયો છે.
પોલીસ કોન્સ્ટેબલો રાજેશભાઈ સોનગરા, પૃથ્વીરાજસિંહ જેઠવા, રાયમલ વડેસણિયા, સંજયભાઈ ચુડાસમા, ધીરેન્દ્રસિંહ જાડેજા, વિજયસિંહ જાડેજા, ધરણાંતભાઈ ભાદરકા, પ્રહલાદભાઈ ડાભી, ભાવેશકુમાર હડિયલ, નારણભાઈ જામ, મેહુલભાઈ શીહોરા, અજીતભાઈ મેર, આનંદપુરી ગોસ્વામી, હીતેષભાઈ ચાવડા, મેહુલભાઈ પોસ્તરીય, દિવ્યરાજસિંહ જાડેજા, ભરતભાઈ ભોસિયા, રાજશી ભાટિયા, પબુ માયાણી, જયદીપસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, વજાભાઈ લાંબરિયા, સામતભાઈ ગઢવી વિગેરેનો સમાવેશ થાય છે.
દ્વારકા, ઓખા, ખંભાળિયા, પોલીસ હેડક્વાર્ટર, ટ્રાફિક શાખા, દ્વારકાધીશ મંદિર, એસ.ઓ.જી. ભાણવડ, દ્વારકા, કલ્યાણપુર વિગેરે સ્થળના પોલીસકર્મીનો આ બઢતીમાં સમાવેશ થાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial