Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાર એસોસિએશન દ્વારા
ધ્રોળ તા. ૧: ધ્રોળ કોર્ટમાં લાંબા સમયથી પોતાની ફરજ બજાવતા સી.ઓ.સી. શ્રી સતિષભાઈ ટી. કારેલિયા વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા ધ્રોળ બાર એસોસિએશન દ્વારા એક ભવ્ય વિદાય અને સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધ્રોળ બાર એસોસિએશનના પ્રમુખ ધનરાજ જી. પરમાર સહિતના હોદ્દેદારો અને વકીલ મિત્રો ઉપસ્થિત રહ્યા હતાં.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો દ્વારા નિવૃત્ત થઈ રહેલા સતિષભાઈ કારેલિયાની કોર્ટ પ્રત્યેની સેવાઓને બિરદાવવામાં આવી હતી. બાર એસોસિએશનના પ્રમુખ ધનરાજ જી. પરમાર, ઉપપ્રમુખ સુનિલભાઈ ડી. ગોસ્વામી, ખજાનચી જયેન્દ્ર એલ. રાઠોડ, મંત્રી જે.ડી. વાઘેલા તેમજ એડવોકેટ જે.એન. કાનાણી અને એડવોકેટ વિપુલકુમાર જે. કોટેચા દ્વારા કારેલિયાનું સાલ ઓઢાડી અને ફૂલહાર પહેરાવીને ભાવભીનું સન્માન કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial