Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સોમવારની રાત્રે તસ્કરે કર્યાે હાથફેરોઃ
જામનગર તા. ૧: જામનગરના માધવ બાગ-૧ વિસ્તારમાં આવેલા એક મંદિરમાં સોમવારની રાત્રિથી મંગળવારની સવાર સુધીમાં ચોરી થઈ છે. મંદિરની દીવાલ કૂદીને અંદર આવેલા કોઈ શખ્સે દાનપેટીમાંથી રૂ।.૧૫ હજાર રોકડાની ચોરી કરી પોલીસને પડકાર ફેંક્યો છે.
જામનગરના ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલા માધવ બાગ-૧માં રહેતા કેશવદાસ હીરાદાસ કાપડી (ઉ.વ.૬૦) નામના વૃદ્ધ ત્યાં જ આવેલા માધેશ્વર મહાદેવ મંદિરમાં સેવાપૂજા કરે છે.
આ વૃદ્ધ સોમવારે રાત્રે પોણા નવેક વાગ્યે મંદિર બંધ કરીને પોતાના ઘરે ગયા હતા. તે પછી મંગળવારે સવારે પાંચેક વાગ્યે જ્યારે મંદિરે આવ્યા ત્યારે તેઓએ દાનપેટી તૂટેલી જોઈ હતી. પૂજારીએ તપાસ કરતા રાત્રિ દરમિયાન કોઈ શખ્સ મંદિરની દીવાલ ટપી અંદર ઘૂસ્યા પછી મંદિરમાં પ્રવેશી જઈ ત્યાં રાખેલી દાનપેટી તોડી તેમાંથી રૂ।.૧૫ હજારની રોકડ ચોરી ગયાનું જણાઈ આવ્યું છે. સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કેશવદાસ કાપડીએ ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial