Advertisement
Author: નોબત સમાચાર

જામ રોઝીવાડામાં થયેલી રૂ।.૧૧.૧૪ લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયોઃ ત્રિપૂટી ઝડપાઈ

તાત્કાલિક પૈસા બનાવવા હાથફેરો કર્યાની કબૂલાતઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧: ભાણવડના જામ રોઝીવાડા ગામમાં રહેતો એક પરિવાર ગયા સપ્તાહે દ્વારકા દર્શનાર્થે ગયો તે દરમિયાન સવારથી સાંજ સુધીમાં સોના-ચાંદીના દાગીના, રોકડ મળી રૂ।.૧૧.૧૪ લાખની ચોરી થઈ હતી. તેનો ભેદ પોલીસે ઉકેલ્યો છે અને ત્રણ શખ્સને પકડી પાડ્યા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના જામ રોઝીવાડા ગામમાં રહેતો એક પરિવાર દ્વારકા દર્શનાર્થે ગયો તે પછી સવારથી સાંજ સુધીમાં તેમના મકાનમાં ત્રાટકેલા તસ્કરોએ રૂ।.૧૧ લાખ ૧૪ હજારની મત્તાની ચોરી કરી લીધાની ફરિયાદ પોલીસમાં કરવામાં આવી હતી.

તે ગુન્હાની તપાસ એસપી જયરાજસિંહ વાળાના માર્ગદર્શન અને ડીવાયએસપી મિત રૂદલાલના વડપણ હેઠળ પીઆઈ વી.કે. કોઠીયા, પીએસઆઈ પુરોહિત દ્વારા શરૂ કરવામાં આવી હતી. જેમાં પોલીસે ઉંડાણ ચકાસતા આ પરિવારને દ્વારકા જવા માટે મિલન કરશન સોલંકી તેમજ તેના ભાઈ ભાવેશ તથા રવિ ડાયા સોલંકીએ કહ્યું હોવાનું જણાઈ આવતા શકના આધારે આ શખ્સોની આગવી ઢબે પૂછપરછ કરાઈ હતી.

પોલીસ સમક્ષ પોપટ બની ગયેલા આ શખ્સોએ ઉપરોક્ત ચોરીની કબૂલાત આપી તમામ મુદ્દામાલ કાઢી આપ્યો છે. આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ માટે અદાલતમાં રજૂ કરાતા ત્રણેય આરોપીને જેલહવાલે કરવામાં આવ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh