Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં રાષ્ટ્રીય ડોકટર દિવસની ઉજવણી
જામનગર તા. ૧: ઈટ્રા જામનગર દ્વારા આજે રાષ્ટ્રીય ડોક્ટર દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કૌમારભૃત્ય વિભાગ દ્વારા વન મહોત્સવ થકી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આયુર્વેદની દૃષ્ટિએ આરોગ્ય અને પર્યાવરણ હિતકારી ૪૦ લીમડાનાં છોડનું રોપણ કરવામાં આવ્યું હતું.
આ સમયે પી. એચડી. અભ્યાસક્રમમાં નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને સ્વાગત અને તેના હસ્તે પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જ્યારે કોઈ વ્યક્તિ બીમાર પડે તો ડોકટર તેને સ્વસ્થ કરે છે ત્યારે ડોક્ટર દ્વારા માત્ર દરદીઓ જ નહીં પરંતુ સમગ્ર સમાજ સ્વસ્થ રહે તે હેતુથી આ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
કૌમારભૃત્ય વિભાગના વડા પ્રો. વિરેન્દ્ર કોરી જણાવે છે કે આયુર્વેદ વૈદ્યો બીમાર દરદી અને પર્યાવરણને અનુલક્ષીને વૃક્ષરોપણ કરાયું છે જેમાં નવા પ્રવેશ મેળવનારને પણ જોડવામાં આવ્યાં હતાં જેથી ભાવી પેઢીમાં પણ વૃક્ષ રોપણ અને જતનની સુટેવ વિકસે. પ્રત્યેક વૃક્ષ પર તેના નામનું ઊઇ કોડ ધરાવતું બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે જેથી તેઓને જતન માટેની પ્રેરણા મળતી રહે.
આ કાર્યક્રમમાં સંસ્થાના ઈનચાર્જ ડાયરેક્ટર પ્રો. વૈદ્ય હિતેશ વ્યાસ સહિત સ્ટાફે ઉત્સાહભેર ભાગ લીધો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial