Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સભાસદને રૂ।.૧૩,૫૫૧નો કરાયો દંડઃ
જામનગર તા. ૧: જામનગરની એક સોસાયટીના સભાસદને ચેક પરતના કેસમાં છ મહિનાની કેદ અને ચેકની રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે. આરોપી હુકમ સમયે હાજર ન હોવાથી વોરંટ કઢાયું છે. જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપ. સોસાયટીના સભાસદ ચિરાગ અરવિંદભાઈ રાઠોડે સોસાયટી પાસેથી લોન મેળવી તેની પરત ચૂકવણી માટે રૂ।.૧૩,૫૫૧ની રકમનો ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી પરત ફરતા કોર્ટમાં ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલવા પર આવતા અદાલતે આરોપીને તક્સીરવાન ઠરાવી છ મહિનાની કેદ તથા ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે. સજાના હુકમ સમયે આરોપી અદાલતમાં ગેરહાજર હોવાથી વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યું છે. ફરિયાદી તરફથી વકીલ મિતેશ પટેલ, મણીલાલ કાલસરીયા, ગૌરાંગ મુંજપરા, એચ.એમ. ધામેલીયા, જયદીપસિંહ જાડેજા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial