Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લામાં પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટીની પ્રથમ કારોબારી બેઠક યોજાઈ

જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાના અધ્યક્ષસ્થાને

                                                                                                                                                                                                      

જામનગર તા.૧: જામનગર જિલ્લા કલેક્ટર કચેરીમાં કલેક્ટર શ્રી પી.બી.પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લા પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટી ની વર્ષ ૨૦૨૬-૨૭ ની પ્રથમ કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લામાં અબોલ જીવો પ્રત્યે થતી ક્રૂરતા અટકાવવા અને વન્યજીવ તેમજ પ્રાણી કલ્યાણ પ્રવૃત્તિઓને વેગ આપવા અંગે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા.

બેઠક દરમિયાન ગુજરાત હાઈકોર્ટના નિર્દેશોનું ચુસ્તપણે પાલન કરવા અંગે ભાર મૂકતા અધ્યક્ષ અને કલેક્ટર શ્રી પી.બી.પંડ્યાએ જણાવ્યું હતું કે, જામનગર જિલ્લામાં ઉંદર અને અન્ય જીવજંતુઓને પકડવા માટે વપરાતી જીવલેણ 'ગ્લૂ ટ્રેપ' ના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ તેમજ ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આ પ્રકારની કડક જોગવાઈઓનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વધુમાં, કલેક્ટરશ્રીએ જિલ્લામાં પ્રાણી ક્રૂરતા સંદર્ભે મળતી ફરિયાદો પર વહીવટીતંત્રને ત્વરિત અને અત્યંત કડક પગલાં લેવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh