Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાતમાં ચોમાસું જામ્યુઃ થંડર સ્ટોર્મની ચેતવણી
અમદાવાદ તા.૧: ગુજરાતમાં ચોમાસું જામ્યુ છે અને ૨૪ કલાકમાં રાજ્યના ૬૫ તાલુકામાં વરસાદ નોંધાયો છે. દ.ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અને જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે.
ગુજરાતમાં આખરે ચોમાસું પૂરી તાકાતથી જામ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૬૫ તાલુકાઓમાં મેઘમહેર થઈ, જેમાં નવસારીમાં ૪ ઈંધ વરસાદ નોંધાયો. હવામાન વિભાગે આગામી ૫ દિવસ માટે થંડરસ્ટોર્મ ચેતવણી જાહેર કરી છે. ૪ પાવરફુલ સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. જુનની ૮૨% ઘટ જુલાઈમાં પુરાશે.
સત્તાવાર આગમનને બરાબર એક સપ્તાહ વીતી ગયા બાદ, આખરે ગુજરાતમાં ચોમાસું પૂરેપૂરી તાકાત સાથે જામ્યું છે. રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં લાંબા ઈંતજાર બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૬૫ તાલુકાઓમાં નોંધપાત્ર મેઘમહેર જોવા મળી હતી. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતના નવસારીમાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે.
હવામાન વિભાગના તાજા બુલેટિન અનુસાર, આગામી પાંચ દિવસ માટે ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે 'થંડરસ્ટોર્મ ચેતવણી' જાહેર કરવામાં આવી છે, જેને પગલે તમામ સ્થાનિક વહીવટી તંત્રોને એલર્ટ પર રહેવા સૂચના આપી દેવાઈ છે.
ચાલુ વર્ષે જૂન મહિનામાં વરસાદનો આંકડો ઘણો ચિંતાજનક રહૃાો હતો. જૂનમાં સામાન્ય ૧૧૦.૮ મીમી સામે માત્ર ૧૯.૯ મીમી વરસાદ નોંધાયો હતો. જે સરેરાશ કરતાં ૮૨ ટકા જેટલી મોટી ઘટ દર્શાવે છે. જોકે, જુલાઈની શરૂઆત થતાં જ આ ખાધ ખૂબ જ ઝડપથી ભરાઈ જાય તેવા મજબૂત સંકેતો મળી રહૃાા છે. હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, હાલમાં એકસાથે ચાર મોટી પ્રણાલીઓ સક્રિય થઈ છે. જેમાં મહારાષ્ટ્રથી ઉત્તર કેરળ સુધી એક ઓફશોર ટ્રફ અને મધ્યપ્રદેશથી કોંકણ-ગોવા સુધી અન્ય એક ટ્રફ લાઈન સક્રિય છે.
આ ઉપરાંત, બીજી જુલાઈના રોજ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહૃાું છે અને ત્રીજી જુલાઈએ બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમ આકાર લેશે. આ ચારેય સિસ્ટમના કારણે પૂર્વીય અને પશ્ચિમી પવનો ભેગા થશે, જે આગામી સાત દિવસ સુધી ગુજરાતને ધમરોળશે.
મેઘરાજાની વર્તમાન ઈનિંગમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો મોખરે રહ્યા છે. નવસારીના જલાલપોર અને ચીખલીમાં મુશળધાર વરસાદ વરસી ગયો છે. આ સિવાય અમરેલીના સાવરકુંડલા, વલસાડના ધરમપુર અને નાનાપોંઢા તેમજ સુરત શહેર સહિત કામરેજ, પલસાણા, મહુવા, અંબિકા, બારડોલી, ઓલપાડ અને ચોર્યાસી તાલુકાઓમાં ૧ ઈંચથી વધુ પાણી ભરાયું છે. મધ્ય અને અન્ય જિલ્લાઓની વાત કરીએ તો ખેડાના વાસો, ડાંગના વધઈ, ગીર સોમનાથના ઉના અને તાપીના વાલોડમાં પણ સારો એવો વરસાદ નોંધાતા ખેડૂતો અને સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં હજુ પણ વરસાદનું જોર વધવાની પૂરેપૂરી સંભાવના છે.
મેઘાના મંડાણ થયા પછી રાજ્યના વિવિધ જળાશયોમાં નવાનીરની આવક શરૂ થઈ ગઈ છે અને કેટલાક ડેમોના પાટીયા ખોલવા પડયા હોવાના અહેવાલો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial