Advertisement
Author: નોબત સમાચાર

નયારા એનર્જી દ્વારા ગ્રામપંચાયતોને અગિયાર ઈ-રિક્ષાઓનો સહયોગ અપાયો

રિફાઈનરી નજીક ઘનકચરાના વ્યવસ્થાપન માટે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧: આંતરરાષ્ટ્રીય કક્ષાની સંકલિત ડાઉનસ્ટ્રીમ એનર્જી અને પેટ્રોકેમિકલ્સ કંપની નયારા એનર્જી દ્વારા તેની રિફાઇનરીની નજીક આવેલા ૧૧ ગામોને ડોર-ટુ -ડોર ગાર્બેજ કલેક્શનની સુવિધા મળી રહે એ માટે ૧૧ ઈ-રિક્ષાઓનો સહયોગ ગ્રામ પંચાયતોને આપવામાં આવ્યો છે.

સ્વચ્છ હાલાર ગ્રામીણ પ્રોજેક્ટ હેઠળ નયારા એનર્જીએ આ પહેલ થકી ગ્રામીણ વિકાસમાં કચરા વ્યવસ્થાપન પ્રણાલીને એક વ્યૂહાત્મક વેગ મળે એ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. ઘરગથ્થું કચરો એકઠો થાય અને તેનો નિકાલ યોગ્ય રીતે થઇ શકે એ માટે પર્યાવરણીય રીતને પ્રોત્સાહિત કરવા ૧૧ ઇલેક્ટ્રિક રિક્ષાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રામ પંચાયતોને આ રિક્ષાઓની ફાળવણી કરાઈ હતી.

સમુદાય માલિકીની આ પ્રણાલી અંતર્ગત આ વાહનો જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના સીંગચ, મોડપર, નાના આંબલા, મોટા આંબલા, નાના માંઢા, મોટા માંઢા, વડાલિયા સિંહણ, કાકાભાઈ સિંહણ, કજુરડા, ટીમ્બડી અને કાઠી દેવળિયા જેવી ગ્રામ પંચાયતોને ફાળવવામાં આવ્યા છે.  આ વાહનો દ્વારા, ૧૧ ગામોના સમગ્ર પરિવારોને ઘરે ઘરે કચરો સંગ્રહ કરવાની સુવિધા મળશે. નયારા એનર્જી દ્વારા તેની કોર્પોરેટ સામાજિક જવાબદારીના ભાગ રૂપે કરવામાં આવી રહેલ કાર્ય ગ્રામીણ વિસ્તારોમાં પ્રશંસનીય બન્યું છે.

નયારા એનેર્જી દ્વારા અપાયેલા ૧૧ ઇલેક્ટ્રિક વાહનોમાં ભીનો અને સૂકો કચરો એકત્ર કરવા બે કમ્પાર્ટમેન્ટ, બધા વાહનોમાં જીપીએસ અને માઈકની સિસ્ટમ, ગ્રામ પંચાયતોને માલિકી ધોરણે આપી હોવાથી તેની જાળવણી માટે ૫ વર્ષની વોરંટી વગેરે જેવી સુવિધા મળી છે.  ડોર-ટુ -ડોર ગાર્બેજ કલેક્શનની સેવામાં કાર્યક્ષમતાને સક્ષમ બનાવવા માટે એક અમલીકરણ સંસ્થાની  સીઘી દેખરેખ રહેશે. નયારા એનજીર્ની આ પહેલથી ગ્રામ પંચાયતોને ભાડેથી વાહનો મેળવવા જેવી ખર્ચાળ પદ્ધતિમાંથી રાહત મળશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh