Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાત મહિના પહેલાંના બનાવની પોલીસમાં કરાઈ ફરિયાદઃ
જામનગર તા. ૧: કાલાવડના મુળીલા ગામમાં સાત મહિના પહેલાં બે શ્રમિકો વચ્ચે શાક રોટલા બનાવવા બાબતે બોલાચાલી પછી મારામારી થઈ હતી. જેમાં એક શ્રમિકે બીજાને ધક્કો મારીને કૂવામાં નાખી દીધો હતો. કૂવામાં પડી ગયેલા આ શ્રમિકનું ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યું હતું. તેમના પત્નીએ સાત મહિના પછી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
કાલાવડ તાલુકાના મુળીલા ગામે આવેલા ઘેલુભા નાયુભા જાડેજા નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા દાઉદ જિલ્લાના સીંગવડ તાલુકાના સંગાડા ગામના મહેન્દ્રભાઈ ભોળાભાઈ સંગાડા (ઉ.૩૧) તથા તે જ ખેતરમાં કામ કરતા દાઉદ જિલ્લાના વતની ઈનુ ઉર્ફે વિનુ લાલસિંગ ગરાસીયા વચ્ચે ગયા નવેમ્બર મહિનાની ૩૦ તારીખે સાંજે શાક રોટલા બનાવવા બાબતે બોલાચાલી થઈ હતી.
ત્યારપછી મામલો ઉગ્ર બની જતાં મારામારી થઈ હતી. જેમાં ઈનુએ ગુસ્સાના આવેગમાં આવી મહેન્દ્રભાઈને ધક્કો મારી ખેતરમાં આવેલા કૂવામાં ફેંકી દીધા હતા. ત્યારપછી બે દિવસ સુધી મહેન્દ્રભાઈની શોધખોળ કરાઈ હતી. જેમાં તા.૨ ડિસેમ્બરની સવારે મહેન્દ્રભાઈનો મૃતદેહ કૂવામાંથી મળી આવ્યો હતો.
આ બાબતની ગઈકાલે મહેન્દ્રભાઈના પત્ની સુરેખાબેને કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઈનુ ઉર્ફે વિનુ લાલસિંગ ગરાસીયા સામે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial