Advertisement
Author: નોબત સમાચાર

જામનગર તથા લાલપુર અને પડાણા ગામના પાટીયા પાસે વર્લીબાજ ઝબ્બે

રોકડ તથા આંકડા લખેલી ચિઠ્ઠીઓ કબજે લેવાઈઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧: જામનગર, લાલપુર, જામજોધપુરના પાટણ તથા પડાણા ગામના ગેઈટ પાસે વર્લીના આંકડા લખતા શખ્સોને પોલીસે પકડી પાડ્યા છે. રોકડ તથા વર્લીના આંકડા લખેલી ચિઠ્ઠીઓ કબજે કરવામાં આવી છે.

જામનગરના પવનચક્કી વિસ્તારમાં ગઈકાલે બપોરે જાહેરમાં ઉભા રહી વર્લીના આંકડા લખતા નિરવ પ્રકાશભાઈ નંદા નામના શખ્સને પોલીસે પકડી લઈ રોકડ તથા વર્લીના આંકડા લખેલી ચિઠ્ઠી કબજે લીધી છે. દરેડ જીઆઈડીસીમાં વિશાલ ચોક પાસેથી કિસાંગ રમેશભાઈ ભાણવડીયા નામના શખ્સને પણ વર્લીના આંકડા લખતો પકડી લેવામાં આવ્યો છે. મસીતીયા રોડ પરથી જેઠાભાઈ નારણભાઈ મકવાણા વર્લીનું બેટીંગ લેતા મળી આવ્યા છે.

જામજોધપુરના પાટણ ગામમાંથી શૈલેષભાઈ ઉકાભાઈ પરમાર તથા પડાણા ગામના ગેઈટ પાસેથી હરેશભાઈ નારણભાઈ મકવાણા ઉર્ફે કારો નામનો શખ્સ પણ વર્લીનું બેટીંગ લેતો મળી આવ્યો છે.

જામનગરના બેડીના ઈકબાલ ચોક પાસે ગલીમાંથી રમઝાન હનીફ જેડા તથા સુભાષ શાક માર્કેટ પાસેથી પ્રફુલભાઈ ભીમજીભાઈ સોઢા નામના બે શખ્સ વર્લીના આંકડા લખતા મળી આવ્યા છે. લાલપુરના બસ સ્ટેન્ડ પાસેથી અનિલ ગોરાભાઈ મકવાણા નામના શખ્સને વર્લીનું બેટીંગ લેતા પકડી લેવાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh