Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૨ ગ્રામ સૂકો ગાંજો પણ કબજે કરાયોઃ
સલાયા તા. ૧: સલાયામાં આવેલા એક મંદિરના પટાંગણમાં એક શખ્સ દ્વારા વાવવામાં આવેલા ગાંજાના છોડ તથા સૂકવેલા ગાંજાના જથ્થાને પકડી પાડી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે એક શખ્સ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.
દેવભૂમિ દ્વારકા એસઓજી ટીમ ગઈકાલે રાત્રે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન હે.કો. ઓમદેવસિંહ જાડેજા, પીઠાભાઈ જોગલ અને પોલીસ કોન્સ્ટેબલ વિપુલ ડાંગરને ખાનગીરાહે બાતમી મળી હતી કે છૂટક શાકભાજીનો વેપાર કરતો કેશુભાઈ છગનભાઈ રાઠોડ નામનો શખ્સ પોતાના આર્થિક લાભ માટે પોતાના કબજા ભોગવટાના મંદિરના પટાંગણમાં ગાંજાના છોડનું વાવેતર કરે છે અને તેને સૂકવી અને વેચાણ કરે છે. આ હકીકતના આધારે પોલીસ સ્ટાફ દ્વારા પીઆઈ જે.એમ. ચાવડાના માર્ગદર્શન હેઠળ રેઈડ કરતા આ મંદિરના પટાંગણમાં ગાંજાના લીલા છોડ બે નંગ જેનું વજન ૩૧૭ ગ્રામ અને રૂ।.૧૫,૮૫૦નો મળી આવ્યો હતો. ત્યારપછી વધુ પૂછપરછ કરી જડતી લેવામાં આવી હતી. જેમાં સૂકો ગાંજો ૧૨ ગ્રામ પણ તેના કબજામાંથી મળી આવ્યો હતો. જેની કિંમત રૂ।.૬૦૦ થાય છે. લીલો સૂકો માદક પદાર્થ ગાંજો મળી કુલ રૂ।.૧૬,૪૫૦નો મુદ્દામાલ પકડી પાડી કાર્યવાહી કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial