Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પરસ્પરની સમજૂતિથી સાથે રહેતા હતાઃ
જામનગર તા. ૧: જામજોધપુરના સતાપરમાં વસવાટ કરતા રાજકોટ જિલ્લાના યુવક તથા પોરબંદર જિલ્લાની યુવતી વચ્ચે પરસ્પરની સમજૂતી થયા પછી બંને સાથે રહેતા હતા. હાલમાં ગર્ભવતી રહેલા આ યુવતીને ગઈકાલે આંચકી આવી જતા તેણીનું મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે.
જામજોધપુર તાલુકાના સતાપર ગામમાં વસવાટ કરતા મૂળ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ચરેલીયા ગામના વતની અમિતભાઈ હરીભાઈ બગડા સાથે મૂળ પોરબંદર જિલ્લાના કુતીયાણા તાલુકાના મહોબતપુરા ગામના વતની ચાંદનીબેન રમેશભાઈ પરમાર (ઉ.વ.રપ) સ્વેચ્છાએ રહેતા હતા.
એકબીજાને પસંદ કરતા આ યુગલ વચ્ચે પરસ્પરની મંજૂરીથી સંબંધ સ્થપાયા હતા. જેના કારણે ચાંદનીબેન ગર્ભવતી બન્યા હતા. આ યુવતીના પેટમાં આઠેક મહિનાનો ગર્ભ આકાર લઈ રહ્યો હતો. તે દરમિયાન ગઈકાલે વહેલી સવારે ચાંદનીબેનને આંચકી આવી જતા તેણી બેશુદ્ધ બની ગયા હતા. આ યુવતીનું મૃત્યુ નિપજ્યું છે. અમિતભાઈએ પોલીસને જાણ કરી છે. જામજોધપુરના પીએસઆઈ એમ.એલ. ઓડેદરાએ અપમૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial