Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રી સત્યવીર હનુમાનજીના સાંનિધ્યમાં
જામનગર તા. ૧: 'છોટીકાશી' જામનગરમાં સત્યનારાયણ મંદિર રોડ પર આવેલ શ્રી સત્યનારાયણ ભગવાનના પ્રાચીન મંદિરે બિરાજતા શ્રી સત્યવીર હનુમાનજીના સાંનિધ્યમાં બડા મંગલ નિમિત્તે હોમાત્મક સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેઠ મહિનાના મંગળવારે જ હનુમાનજીની ભગવાન શ્રી રામ સાથે પ્રથમ વખત મુલાકાત થઈ હોવાની પૌરાણિક માન્યતાને પગલે જેઠ મહિનાના મંગળવારને બડા મંગલ કહેવાય છે. બડા મંગલ નિમિત્તે રામદૂત સુંદરકાંડ મંડળ દ્વારા અહીં સુંદરકાંડનો હોમાત્મક પાઠ કરવામાં આવ્યો હતો. ભક્તોએ આ ધર્મકાર્યનો નિઃશુલ્ક લાભ લીધો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial