Advertisement
Author: નોબત સમાચાર

નગરપાલિકામાં નવા રસ્તાના નબળા કામ થતા હોવાની સ્થિતિ યથાવત

બેફામ ભ્રષ્ટાચારની આશંકા !

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૧: ખંભાળીયામાં રેલવે સ્ટેશન રોડ બન્યા પછી અનેક વખત રિપેરીંગ થયો છે. મૂળ આ સી.સી.રોડ હતો પણ ડામરથી રિપેરીંગ થયો અને એટલો બધો રિપેરીંગ થયો કે સી.સી.રોડ મળે નહીં!! બજાણા રોડ, તાલુકા પંચાયત રોડ, ગેરેંટી પીરીયડમાં બગડતા રીપેરીંગ થયા છે. થોડા સમય પહેલા બનેલા નગર ગેઈટથી ચાર રસ્તા રોડના કોન્ટ્રાકટરને ચીફ ઓફિસર દ્વારા રિપેરીંગ કરવા નોટીસો આપવામાં આવી છે તેમ છતાં તે હજુ રિપેરીંગ થયો નથી. ત્યાં સરકારી હોસ્પિટલ ખંભાળીયાથી ફાટક તરફ જતો રસ્તો કે જે ફાટક બંધ હોવાથી ઉપયોગમાં પણ નથી આવ્યો તેમાં તિરાડો પડતા નબળુ કામ બહાર આવ્યું છે. રસ્તો ઉપયોગ થાય તે પહેલા જ તેમાં પડેલી તિરાડો ગુણવત્તા સામે વધુ એક વખત પ્રશ્નાર્થ થાય છે. તો પાલિકાના સભ્યો પણ ફરીથી કોન્ટ્રાકટરના રૂપમાં કામ કરતા હોવાની ચર્ચા પણ વ્યાપક બની છે તો અગાઉ નબળા કામ કરેલ 'કર્મી' ફરી એ જ કામ કરતા હોવાની પણ ચર્ચા જાગી છે ત્યારે નવી બોડી પણ આ નબળા કામો 'ચાલુ' રાખશે કે શું ?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh