Advertisement
Author: નોબત સમાચાર

પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ટેટ પરીક્ષા સહિતના પેન્ડિંગ પ્રશ્નો અંગે રેલી, ધરણાં યોજી આવેદન

દેવભૂમિ દ્વારકા જિલ્લા

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૧: દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તેમના પડતર પ્રશ્નો, માંગણીઓ તથા ટેટની પરીક્ષા ફરજિયાત કરવાના પ્રશ્ને ખંભાળીયામાં રેલી કાઢી બેનરો સાથે પ્રદર્શન, ધરણાં કરીને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

૨૦૦૫ પછી નિમણૂક થયેલા શિક્ષકોને જુની પેન્શન યોજના લાગુ કરવી, ફિકસ પગાર પ્રથા નાબૂદ કરવી, એચ.ટી.એ.ટી.ના પ્રશ્નોનું નિરાકરણ કરવું, કાયમી શિક્ષકોની ભરતી કરવી, ઉચ્ચ પ્રાથમિક શિક્ષકોને નિમણૂકથી ૪૨૦૦ નો ગ્રેડ આપવો જેવી માંગણીઓ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં દ્વારકા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મેરામણભાઈ ગોરીયા, મહામંત્રી અશોકભાઈ યાદવ, ચારેય તાલુકાના સંઘોના હોદેદારો સાથે ૧૫૦ શિક્ષકો જોડાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh