Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાંચ મહિલા સહિત નવેય સામે પોલીસે નોંધ્યો ગુન્હોઃ
જામનગર તા.૩૧ : જામનગરની દવા બજાર કોલોનીમાં ડીજે વગાડવાના પ્રશ્ને પાડોશીઓ બાખડી પડ્યા હતા. એક મહિલાએ ત્રણ પાડોશી મહિલા સહિત ચાર સામે હુમલાની અને એક પાડોશીએ બે મહિલા સહિત પાંચ સામે હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે નવેય સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
જામનગરના બોમ્બે દવા બજાર કોલોની નજીક બુદ્ધ વિહાર ચોકમાં રહેતા રેશ્માબેન ફિરોઝભાઈ શેખ નામના મહિલાએ પોતાના પાડોશમાં વસવાટ કરતા રાજેશ બાબુભાઈ પરમાર, પ્રીતિ રાજેશભાઈ તથા ચાંદની અને ખુશી સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવાયા મુજબ રેશ્માબેનનો પુત્ર હુસને ફિરોઝ શેખ ડીજે વગાડી રાજેશને હેરાન કરે છે તેમ માની રાજેશ અને પ્રીતિ, ચાંદની તથા ખુશીએ ધોકા, ઢીકાપાટુથી હુમલો કરી રેશ્માબેનના બીજા પુત્ર સરફરાજ પર હુમલો કરી માર માર્યાે હતો.
આ ફરિયાદની સામે રાજેશ બાબુભાઈ પરમારે વળતી ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યા મુજબ તેની દુકાન પાસે રોજ હુસેન ફિરોઝ શેખ ડીજે વગાડતો હતો. તેની સામે ગઈકાલે સાંજે રાજેશે પણ ડીજે વગાડતા હુસેનને સારૂ લાગ્યું ન હતું અને તેણે સરફરાજ, અભુ કુરેશી, રેશ્મા શેખ, ભક્તિ કુરેશીને બોલાવી રાજેશને ગાળો ભાંડી પાઈપ વડે હુમલો કરી રાજેશભાઈને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા. પોલીસે બંને ફરિયાદ રજીસ્ટરે લઈ પાંચ યુવતી સહિત નવ સામે ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial