Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ
ખંભાળિયા તા. ૩૧: સલાયા નગરપાલિકા, દ્વારકા નગરપાલિકા અને ભાણવડ નગરપાલિકા તથા ખંભાળિયા તાલુકા પંચાયતની મતદાર મંડળ ૪-ભરાણા અને કલ્યાણપુર તાલુકા પંચાયતની મદતાર મંડળ ૧૩-જુવાનપુરના વિસ્તારોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઈલેકટ્રોનિકસ/ કેબલ મીડિયામાં જાહેરાત પ્રસારિત કરવા સંબંધિત ચૂંટણી અધિકારીની મંજૂરી મેળવવી જરૂરી છે.
સલાયા નગરપાલિકા, દ્વારકા નગરપાલિકા અને ભાણવડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા ખંભાળીયા તાલુકા પંચાયતની મતદાર મંડળ ૪-ભરાણા અને કલ્યાણપુર તાલુકા પંચાયતની મતદાર મંડળ ૧૩- જુવાનપુરની ખાલી પડેલ બેઠકની પેટા ચૂંટણી અંતર્ગત મતદાન તા. ૧૬-૦૨-૨૦૨૫ના થનાર છે. રાજય ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણી યોજવા અંગની જાહેરાત તા. ૨૧-૦૧-૨૦૨૫ના કરવામાં આવેલ છે. આ તારીખથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી હેઠળના વિસ્તારમાં આદર્શ આચાર સંહિતા અમલમાં છે. આ ચૂંટણી દરમ્યાન સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળયાય રહે તેમજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા જરૂરી શાંતિમય વાતાવરણમાં યોજાય તથા કોઇ વિક્ષેપો ઉભા ન થાય તેમજ ચૂંટણીના સરળ સંચાલન માટે અને જાહેર સુલેહ શાંતિનો ભંગ થતો અટકાવવા માટે રાજય ચૂંટણી આયોગ દ્રારા બહાર પાડેલ ચૂંટણી આચારસંહિતાની જોગવાઇઓની અમલવારી માટે દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ-૧૬૩થી મળેલ સત્તાની રૂએ જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા નગરપાલિકા, દ્વારકાનગરપાલિકા અને ભાણવડ નગરપાલિકાના સમગ્ર વિસ્તાર તથા ખંભાળીયા તાલુકા પંચાયતની મતદાર મંડળ ૪-ભરાણા અને કલ્યાણપુર તાલુકા પંચાયતની મતદાર મંડળ ૧૩- જુવાનપુરના વિસ્તારમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી કેટલાક કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે.
જેમાં છટાદાર ભાષણ આપવાથી, ચાળા પાડવાથી અથવા નકલ કરવાથી તથા ચિત્રો, નિશાનીઓ, જાહેર ખબરો અથવા બીજા કોઇ પદાર્થો અથવા વસ્તુ તૈયાર કરવાથી, દેખાડવાથી અથવા તેનો ફેલાવો કરવાથી અથવા જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા અધિકૃત કરાયેલ અધિકારી તથા સબંધિત મતદાર વિભાગના મદદનીશ ચૂંટણી અધિકારી અથવા તેમના દ્વારા અધિકૃત કરાયેલ અધિકારીના અભિપ્રાય પ્રમાણે સુરૂચી અથવા નીતિનો ભંગ થતો હોય અથવા જેનાથી રાજયની સલામતી જોખમાતી હોય અથવા તેના પરિણામે રાજય ઉથલી પડવાનો સંભવ હોય તેવા કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.
ઈલેકટ્રોનિક માધ્યમોને કાર્યક્રમની સી.ડી. રજૂ કરવા આદેશ
આચાર સંહિતા હેઠળ સ્થાનિક કેબલ, ટીવી નેટવર્ક, ટીવી ચેનલ, સિનેમાગૃહ, એ.એમ. તથા એફ.એમ. રેડિયો, દુરદર્શન કેન્દ્ર, આકાશવાણી કેન્દ્ર, વિવિધ ભારતી પ્રસારણ વગેરે ઇલેકટ્રોનિક માધ્યમના પ્રસારણની સીડી જમા કરાવવા આદેશ કરાયો છે, જે અનુસાર માધ્યમ દ્વારા પ્રત્યેક દિવસના સવારના ૬થી બીજા દિવસના સવારના ૬ સુધીમાં કરવામાં આવેલ પ્રસારણની પ્રત્યેક સીડી બીજા દિવસે સવારના ૧૦-૩૦ કલાક સુધીમાં સબંધિત ચૂંટણી અધિકારીને રૂબરૂ પહોંચાડી, સીડી પહોંચાડયા બદલ પહોંચ મેળવી રેકોર્ડમાં જાળવવાની રહેશે. જરૂરિયાતના પ્રરાંગે ર૪ કલાક પુરા થતાં પહેલા પણ કરવામાં આવેલ પ્રસારણની સીડી માંગવામાં આવે તો રજુ કરવાની રહેશે તેમજ આદર્શ આચાર સંહિતાની અમલવારી અર્થે નિયુકત નોડલ અધિકારી તથા સબંધિત ચૂંટણી અધિકારીએ પણ જરૂરિયાતના કિસ્સામાં તાકીદે કાર્યવાહી કરવાની રહેશે. આ આદેશો ચૂંટણી પૂર્ણ થયા તારીખ સુધી અમલમાં રહેશે, જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial