Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફૂટબોલની રમતમાં વિવિધ ક્ષેત્રે ગૌરવ અપાવનાર જામનગરના ફૂટબોલ ખેલાડીઓ માટે
જામનગર તા. ૩૧: છેલ્લા વીસેક વરસથી ફૂટબોલની રમતમાં જામનગરની ટીમે અનેક કિતાબો જીતી જામનગરને ગૌરવ અપાવ્યું છે. સિનિયર વિભાગમાં ખેલમહાકુંભ તથા રાજ્યકક્ષાની સ્પર્ધાઓમાં જામનગરની ટીમ પાંચમી વખત ચેમ્પિયન તથા રનર્સઅપ થઈ છે.
આ સંજોગોમાં જામનગરના નવયુવા, ઉગતા ખેલાડીઓ માટે એક સાર્વજનિક ફૂટબોલ મેદાન ફાળવવા જામનગર ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ એસોસિએશનના સેક્રેટરી આનંદભાઈ માડમે રાજ્યના મુખ્યમંત્રી સહિત ઉચ્ચકક્ષાએ આવેદનપત્ર પાઠવી માંગણી કરી છે.
હાલ જામનગરમાં સેંકડો ખેલાડીઓ અલગ-અલગ વય વિભાગમાં ફૂટબોલ રમતમાં રસ દાખવીને, અલગ-અલગ પ્રાઈવેટ એકેડમીઓમાં ફી ભરીને પ્રેક્ટિસ કરતા થયા છે, ત્યારે એ લોકો માટે જામનગર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન હસ્તકનું એક નિઃશુલ્ક સાર્વજનિક મેદાન હોવું ખૂબ જરૂરી છે.
હાલ સરકાર હસ્તકનું ડીકેવી કોલેજનું ફૂટબોલ મેદાન અને જામ્યુકો હસ્તકનું એમ્યુઝમેન્ટ પાર્ક નજીકનું એક મોટું મેદાન સાવ ફાજલ પડેલ હોય, જેમાંથી કોઈ એક મેદાન, સાર્વજનિક રીતે જાહેર જનતાને ફૂટબોલ રમત માટે ફાળવવામાં આવે તેવી માંગણી કરી છે.
ભલે જાહેર રીતે ફાળવવામાં આવેલ આ ફૂટબોલ મેદાનનો કબજો સરકાર હસ્તક જ રાખે, પણ એના રખ-રખાવ તથા સુનિયોજીત સંચાલન માટે આ મેદાનને જામનગર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનને ફાળવે જેથી જામનગરની ટીમો અને ખેલાડીઓ આખું વર્ષ આ મેદાન ઉપર નિઃશુલ્ક ફૂટબોલ રમશે, અને જિલ્લાને વધુને વધુ સન્માન અપાવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial