Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્થાનિક પોલીસ તથા એસઆરપી મેનને સાથે રાખવામાં આવીઃ
જામનગર તા.૩૧ : જામનગરની પીજીવીસીએલ કચેરી દ્વારા શરૂ કરવામાં આવેલા વીજ ચેકીંગ અંતર્ગત ગઈકાલે જામનગર શહેર તથા ઓખામંડળમાંથી કુલ રૂ.૫૬ લાખ ૬૫ હજારની વીજચોરી ઝડપાઈ ગઈ છે.
જામનગરની સ્થાનિક પીજીવીસીએલ કચેરી દ્વારા શરૂ કરવામાં આવેલા વીજ ચેકીંગ દરમિયાન ગઈકાલે ૪૨ ટૂકડી અધિકારીઓના વડપણ હેઠળ જામનગર શહેરના ગાંધીનગર, મોમાઈનગર, ગાયત્રીનગર, સતવારાવાડ, પાંચ હાટડી, મીનારા ફળી તેમજ નવાગામ ઘેડ અને ભીમવાસમાં વીજ ચોરી પકડવા પહોંચી હતી.
તે ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં આવેલા આરંભડા, ભીમરાણા તથા દ્વારકા અને ઓખા શહેરમાં પણ વીજ ચેકીંગ કરવામાં આવ્યું હતું. આ ટૂકડીઓએ ૬૩૨ વીજજોડાણ ચકાસ્યા હતા.
જેમાંથી ૯૩ જોડાણમાં ગેરરીતિ મળી આવતાા તેના ધારકોને રૂ.૫૬ લાખ ૬૫ હજારના પુરવણી બીલ આપવામાં આવ્યા છે.
આ ટૂકડીઓની સાથે સુરક્ષા માટે સ્થાનિક પોલીસના ૩૪ જવાન અને ૧૨ એસઆરપીમેનને જોડવામાં આવ્યા હતા.