Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાતની કેટલીક કામગીરીઓની પ્રશંસા કરી તેઓએે નિરંતર સમીક્ષા કરવાની જરૂર જણાવી
અદાવાદ તા. ૩૧: કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહે ત્રણ નવા ફોજદારી કાયદાઓના અમલની સમીક્ષા કરીને ઉપયોગી સૂચનો કર્યા હતાં, અને ગુજરાતમાં થયેલી કેટલીક કામગીરીની પ્રશંસા પણ કરી હતી.
કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યમાં ત્રણ નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ અંગે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં ગુજરાતમાં પોલીસ, જેલ, અદાલત, ફરિયાદ અને ફોરેન્સિક સંબંધિત વિવિધ નવી જોગવાઈઓના અમલીકરણ અને વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી, કેન્દ્રિય ગૃહ સચિવ, મુખ્ય સચિવ અને ગુજરાતના પોલીસ મહાનિર્દેશક, રાષ્ટ્રીય ગુના રેકોર્ડ બ્યૂરોના મહાનિર્દેશક અને કેન્દ્રિય ગૃહ મંત્રાલય અને રાજ્ય સરકારના અનેક વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતાં.
ગૃહમંત્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દ્વારા લાવવામાં આવેલા ત્રણ નવા ફોજદારી કાયદાઓનો આત્મા ત્રણ વર્ષમાં એફઆઈઆરથી સુપ્રિમ કોર્ટ સુધીના કોઈપણ કેસમાં ન્યાય આપવાની જોગવાઈમાં છે. નવા ફોજદારી કાયદાઓના અમલીકર ગુજરાત સરકાર દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલા કાર્યની પ્રશંસા કરતા શ્રી શાહે રાજ્ય સરકારને ૩૦ એપ્રિલ ર૦રપ સુધીમાં તમામ કમિશનરેટમાં નવા કાયદાઓનો ૧૦૦ ટકા અમલ સુનિશ્ચિત કરવા જણાવ્યું.
તેમણે કહ્યું કે, ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા માસિક, રાજ્યના ગૃહ મંત્રી દ્વારા પખવાડિયામાં અને મુખ્ય સચિવ, અધિક મુખ્ય સચિવ (ગૃહ) અને પોલીસ મહાનિર્દેશકના સ્તરે સાપ્તાહિક સમીક્ષા થવી જોઈએ.
ગુજરાતે ૧૦ વૃષથી વધુ સજાવાળા કેસોમાં ૯ર ટકાથી વધુ ચાર્જશીટ સમયસર દાખલ કરવાનું પ્રશંસનીય કાર્ય કર્યું છે. તેમણે કહ્યું કે બાકીના કેસોમાં કોર્ટ પાસેથી પરવાનગી લેવાની જોગવાઈનો ઉપયોગ સુનિશ્ચિત કરવા માટે કાયદાની સમીક્ષા કરવી જોઈએ. ગૃહમંત્રીએ કહ્યું કે ગુજરાતે ઝીરો એફઆઈઆરને ૧૦૦ ટકા એફઆઈઆરમાં રૂપાંતરિત કરવાનું પ્રશંસનીય કાર્ય કર્યું છે.
ટ્રેકીંગ નેટવર્ક સિસ્ટમ, એફએસએલ સહિતની પ્રક્રિયા અપનાવતા અમિત શાહે કહ્યું કે, રાજ્ય સરકારે એક પરિપત્ર બહાર પાડવો જોઈએ જેથી ખાતરી કરી શકાય કે સંગઠિત અપરાધ, આતંકવાદ અને મોબ લિંચિંગની જોગવાઈઓનો દુરૂપયોગ ન થાય, ગૃહમંત્રીએ દરેક જિલ્લામાં બે થી વધુ ફોરેન્સિક સાયન્સ મોબાઈલ વાન ઉપલબ્ધ કરાવવા પર ભાર મૂક્યો હતો.
કેન્દ્રિય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાત હાઈકોર્ટે રર જાન્યુઆરી, ર૦રપ ના તમામ ગૌણ અદાલતોને ઈ-પ્રક્રિયાઓ જારી કરવા માટે નિર્દેશો જારી કર્યા છે, જે એક સારી પહેલ છે. તેમણે કહ્યું કે અન્ય રાજ્યોમાં પણ આ માટે પ્રયાસો કરવા જોઈએ. ડિરેક્ટોરેટ ઓફ પ્રોસિક્યુશનમાં ખાલી જગ્યાઓ વહેલી તકે ભરતી સુનિશ્ચિત કરવા પર ભાર મૂકતા ગૃહમંત્રીએ કહ્યું કે તાલીમમાં ન્યાયિક અધિકારીઓનો પણ સમાવેશ થવો જોઈએ અને તાલીમનું આયોજન ન્યાયીક એકેડેમી સાથે સંકલનમાં થવું જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial