Advertisement
Author: નોબત સમાચાર

આવતીકાલે જોડિયામાં હિન્દુ-મુસ્લિમ સર્વજ્ઞાતિ સમૂહલગ્ન

૧૬ હિન્દુ અને ૨૫ મુસ્લિમ દંપતીના રંગે ચંગે લગ્ન થશે

જામનગર તા. ૩૧: આવતીકાલે જોડિયામાં હિંદુ મુસ્લિમ સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં ૨૫ મુસ્લિમ દંપતી અને ૧૬ હિન્દુ દંપતીના રંગેચંગે લગ્ન થશે અને કરિયાવરમાં ઘરમાં ઉપયોગી બધી જ વસ્તુઓ આપવામાં આવશે.

મૂળ જોડિયાના અને હાલ દુબઈ સ્થાયી થયેલા મહમદયુસુફ દાઉદ જુમાણી પરિવાર તરફથી આયોજીત આ સમૂહલગ્નમાં ૫૦ સર્વજ્ઞાતિના આર્થિક રીતે નબળા પરિવારના પરણવા માંગતા સંતાનો માટે થોડા સમય પહેલા જાહેરાત કરાઈ હતી અને નોંધણી કરવામાં આવી હતી.

તા. ૧-૨-૨૫ શનિવારના જોડિયામાં જી.એન. ફાર્મના મેદાનમાં યોજાનાર આ મંગલ પ્રસંગમાં સવારે ૮ વાગ્યાથી જ લગ્નવિધિ શરૂ થશે અને બપોરે આમંત્રિતો અને લગ્નના બન્ને પક્ષના સગા વ્હાલાઓનો જમણવાર રાખવામાં આવ્યો છે.

આ પ્રસંગે મુસ્લિમ સમાજના ધર્મગુરુ પીરે તરીકત સૈયદ હાજી તાહેરમિયા બાપુ (જેતપુર) અને હિન્દુ સમાજના ધર્મગુરુ તરીકે મહામંડલેશ્વર પ.પૂ. અવધેશપ્રસાદજી બાપુ (કુંડલિયા હનુમાન) હાજર રહી નવદંપતીઓને આશીર્વાદ આપશે.

આ પ્રસંગમાં મુખ્ય મહેમાન તરીકે સાંસદ પૂનમબેન માડમ,  કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરા, હાજી ઈબ્રાહીમ હાજીજુસબ સોપારીવારા, જોડિયા હુન્નરશાળાના મેનેજીંગ ટ્રસ્ટી ભરતભાઈ સુખપરિયા, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ મેયબેન ગરસર, કારોબારી અધ્યક્ષ ચંદ્રિકાબેન જેઠાલાલ અઘેરા, પૂર્વ મંત્રી એમ. કે. બલોચ, કોંગેસ અગ્રણી ભીખુભાઈ વારોતરિયા, જિલ્લા પંચાયત સભ્ય ધરમશીભાઈ ચનિયારા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણભાઈ કુંભરવડિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

મહમદયુસુફ દાઉદ જુમાણી પરિવાર તરફથી આયોજીત આ સમૂહલગ્નમાં કરિયાવરમાં પલંગ, થ્રી ડોર ડ્રેસિંગ કબાટ, ટિપોય, બ્રાન્ડેડ ગાદલા-તકિયા, ચાદરસેટ, બ્લેન્કેટ, રસોડાની બધી મળી સીતેરથી વધુ વસ્તુઓ આપવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh