Advertisement
Author: નોબત સમાચાર

આઠ ગુજરાત એનસીસી નેવલ યુનિટ જામનગર દ્વારા અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્રની શુભેચ્છા મુલાકાત

હમ ન સોચે હમે ક્યા મિલા હૈ, હમ યે સોચે કિયા ક્યા હૈ અર્પણઃ

જામનગર તા. ૩૧: તાજેતરમાં આઠ ગુજરાત એનસીસી નેવલ યુનિટ જામનગર દ્વારા અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્ર, જામનગરની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી.

આ મુલાકાત અંતર્ગત સૌપ્રથમ તાલીમ કેન્દ્રના વિવિધ વય જૂથના લાભાર્થીઓ દ્વારા યુનિટનાં કમાન્ડિંગ ઓફિસર , લેફ્ટનન્ટ કમાન્ડર સ્નેહા રાય , એએનઓ, પીઆઇ સ્ટાફ તથા કેડેટ્સનું હ્ય્દય સ્પર્શી પ્રાર્થનાથી સ્વાગત કરવામાં આવ્યું હતું.  તાલીમ કેન્દ્રના મેનેજીંગ ટ્રસ્ટી પ્રકાશભાઇ મંકોડી તથા ગૃહપતિ જીતેન્દ્રભાઇ નંદા દ્વારા દિવ્યાંગોને વિવિધ તાલીમ આપી આત્મનિર્ભર બનાવવાની તાલીમ કેન્દ્રની વિવિધ પ્રવૃત્તિ અંગે માહિતી આપવામાં આવી હતી. કમાન્ડિંગ ઓફિસર દ્વારા તાલીમ કેન્દ્રની કામગીરીઓને બિરદાવી લાભાર્થીઓનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો. યુનિટના ઓફિસર્સ તથા વિવિધ શાળા કોલેજના નેવલ કેડેટ્સ દ્વારા ૧૦૦ લાભાર્થીઓને બેડશીટ તથા પીળો કવર્સનું વિતરણ કરવામાં આવ્યું હતું.

નેવલ કેડેટ્સને તાલીમ કેન્દ્રની વિવિધ પ્રવૃત્તિઓની ઝાંખી કરાવવા આચાર્ય માધવીબેન ભટ્ટ તથા કોમ્પ્યુટર શિક્ષક નરેશ હિંડોચા દ્વારા વિવિધ માહિતી આ૫વામાં આવી હતી.

અંધજનો તથા મનોદિવ્યાંગતા ધરાવતા વિવિધ વય જૂથના લાભાર્થીઓ રોજિંદા જીવનમાં અભ્યાસ સહિત કોમ્પ્યુટર તથા મોબાઈલ ઓપરેટીંગ, ચેસ, બ્રેઈનવિટા, સાપસીડી, તેમજ ખેલ મહાકુંભની ચેસ, દોડ જેવી વિવિધ રમતોની તાલીમ કઈ રીતે લે છે, ઓડિયો પુસ્તક દ્વારા ધાર્મિક સહિત પુસ્તકોનું વાંચન કઈ રીતે કરે છે, હુન્નર શાળામાં અંધજનો દ્વારા કુશળતાથી શેતરંજી, પાથરવાના પટ્ટાઓ સહિતની વિવિધ જીવન ઉપયોગી વસ્તુઓની બનાવટ તેમજ મનોદિવ્યાંગોને અપાતી રોજીંદી તાલીમ તેમજ તેમના દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ બનાવવામાં આવતી કૃતિઓ અંગે ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવી હતી.

આ તાલીમ કેન્દ્રની મુલાકાત લઈ નેવલ કેડેટ્સે જીવનની વાસ્તવિકતાઓની ઝાંખી કરી જીવન પ્રત્યે હકારાત્મક વલણ રાખવાનો અત્યંત કિંમતી અવિસ્મરણીય અનુભવ મેળવ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh