Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બજેટ સત્રના પ્રારંભે સંસદના બન્ને ગૃહોને રાષ્ટ્રપતિનું સંયુકત ૫૯ મિનિટનુ ઉદ્બોધનઃ પ્રારંભમાં કુંભમેળાની દુર્ઘટના બદલ વ્યકત કરી સંવેદના
નવીદિલ્હી તા. ૩૧: સંસદના બન્ને ગૃહોમાં સંયુકત રીતે રાષ્ટ્રપતિએ ૫૯ મિનિટનું અભિભાષણ કર્યુ હતુ તેમણે કહ્યું હતુ કે વૃદ્ધોને આયુષ્માનનો લાભ મળ્યો, નાના વેપારી માટે લોન મર્યાદા બમણી થઈ અને ૩ કરોડ નવા ઘરો બનશે. કેન્દ્ર સરકાર ગરીબ, મધ્યમવર્ગ, ખેડૂતોના સપનાં સાકાર કરવા કટિબદ્ધ છે.
આજે ૧૮મી લોકસભાના બજેટ સત્રનો પહેલો દિવસ છે. ત્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદના બંને ગૃહો લોકસભા અને રાજ્યસભાના સંયુક્ત સત્રમાં ૫૯ મિનિટનું સંબોધન કર્યું હતું. રાષ્ટ્રપતિ મુર્મુએ કુંભ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરીને પોતાના સંબોધનની શરૂઆત કરી હતી. તેમણે કહૃાું હતુ કે આ સમયે મહાકુંભ પણ ચાલી રહૃાો છે. ત્યાં થયેલી દુર્ઘટના પર હું દુઃખ વ્યક્ત કરું છું.
રાષ્ટ્રપતિએ કેન્દ્ર સરકારની યોજનાઓની પ્રશંસા કરતા કહ્યુ હતુ કે ૭૦ વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને આયુષ્માનનો લાભ મળ્યો છે. નાના વેપારીઓ માટે લોન મર્યાદા બમણી કરવામાં આવી છે. ઉપરાંત, ૩ કરોડ નવા ઘરોનું લક્ષ્ય ટૂંક સમયમાં પ્રાપ્ત થશે. સરકાર ૩ ગણી વધુ ઝડપે કામ કરી રહી છે. આજે, દેશમાં મોટા નિર્ણયો અને નીતિઓનો અમલ અસાધારણ ગતિએ થઈ રહૃાો છે. મહિલાઓ, ખેડૂતો અને યુવાનોને ટોચની પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.
રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, આજે દલિત-વંચિતો અને આદિવાસી સમુદાયોને લાભો મળી રહ્યા છે જેમની આઝાદી પછી ઉપેક્ષા કરવામાં આવી હતી. દેશભરમાં ૭૭૦થી વધુ એકલવ્ય મોડલ સ્કૂલમાંથી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આદિવાસી બહુમતીવાળા વિસ્તારોમાં ૩૦ નવી મેડિકલ કોલેજો ખોલવામાં આવી છે, સિકલ સેલ સંબંધિત મુદ્દાઓ પર પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. વારસાને બચાવવા માટે, આ વર્ષે ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિ આદિવાસી ગૌરવ વર્ષ તરીકે ઉજવણી કરી હતી. મારી સરકારે નોર્થ ઈસ્ટના લોકોના દિલમાંથી ભેદભાવની લાગણી દૂર કરી છે. દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં પાણી અને સિંચાઈ ઉપલબ્ધ કરાવવા બે ઐતિહાસિક રિવર લિંકિંગ પરિયોજનાને વેગ આપ્યો છે. ૪૦ હજાર કરોડથી વધુના ખર્ચે પીએમની રિવર લિંક પરિયોજનાથી મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશના ખેડૂતોને લાભ મળશે. રાજસ્થાનમાં પણ સિંચાઈના પાણીની ઉપલબ્ધતા વધશે. ખેડૂતોને પાકના યોગ્ય ભાવ મળી રહે તે માટે પ્રયાસો થઈ રહ્યા છે.
પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિએ ૧૩ ભારતીય ભાષાઓમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે દેશમાં ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓની સંખ્યામાં પણ વધારો થયો છે. માતૃભાષામાં શિક્ષણ વધ્યું છે. આજે ભારત ટેકનોલોજીના ક્ષેત્રમાં દુનિયાને માર્ગ બતાવી રહ્યો છે. અમે સ્પેસ ડોકિંગના ક્ષેત્રમાં પણ સફળતા હાંસલ કરી છે. સરકારે ટેકસ સિસ્ટમને સરળ બનાવી છે. નાન ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. યુપીઆઈ જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઓનલાઈન ટ્રાન્ઝેકશનની સુવિધાને કારણે દેશનું અર્થતંત્ર મજબૂત બન્યું છે. સ્ટ્રીટ વેન્ડર્સને લોનનો લાભ મળ્યો છે. ચિનાબ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે અને ઉધમપુર શ્રીનગર રેલ્વે પ્રોજેકટ પૂર્ણ કરવામાં આવ્યો છે, જે વિશ્વનો સૌથી ઉંચો રેલ્વે પુલ છે.
રાષ્ટ્રપતિ મુર્મુએ જણાવ્યુ હતું કે, દેશનું એવિએશન સેકટર ઝડપથી વિકસી રહ્યું છે. દેશની વિવિધ એરલાઈન કંપનીઓએ ૧૭૦૦થી વધુ નવા વિમાનોના ઓર્ડર આપ્યા છે. સરકાર એરપોર્ટનું સતત વિસ્તરણ કરી રહી છે. છેલ્લા દસ વર્ષમાં દેશના એરપોર્ટની સંખ્યા બમણી થઈ છે.
આવાસ યોજના, સ્વામિત્વ કાર્ડ, પીએમ કિસાન, આયુષ્માન ભારત, મુદ્રા યોજના, પીએમ વિદ્યા લક્ષ્મી યોજના, ઈ-ગ્રામ સ્વરાજ યોજના, વંદે ભારત, વન નેશન વન ઈલેકશન, વિકસિત ભારત, પીએમ ઉજ્વલા યોજના, લખપતિ દીદી, સૌભાગ્ય યોજના, રેરા, ઉડાન, ૮મું પગાર પંચ, યુપીએસ સહિતની સ્કીમની સફળતા અંગે માહિતી આપી. ડિજિટલ ક્ષેત્રે ભારતનો વિકાસ, ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે ગ્રોથનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યુ કે અઢી કરોડને ગરીબીમાંથી મુકત કર્યા અને છેલ્લા બે વર્ષમાં સરકારમાં બે લાખ સ્થાયી રોજગારી આપી છે. દોઢ લાખથી વધુ સ્ટાર્ટઅપ છે. જે ઈનોવેશન સાથે ઉભરી રહ્યા છે. સ્પેસ સેકટરમાં ૧૦૦૦ કરોડના ખર્ચે વેચ્ર કેપિટલની શરૂઆત થઈ છે. ભારતને ગ્લોબલ ઈનોવેશન માટે પાવર હાઉસ બનાવવાનો સંકલ્પ પૂર્ણ કરવા પ્રયાસો થઈ રહ્યા છે. ૧૦૦૦૦ કરોડના ખર્ચે વિજ્ઞાન અને ઈનોવેશન ક્ષેત્રને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. ઈન્ડિયા એઆઈ મિશનની શરૂઆત કરી છે. ભારત ડિજિટલ ઈનોવેશન અને એઆઈ મામલે વિશ્વભરમાં ઉભરી આવતો દેશ છે.
બજેટ સત્રમાં રાષ્ટ્રપતિ મુર્મુએ તેમના અભિભાષણમાં કહ્યું કે અમારી સરકાર મધ્યમવર્ગનું પોતાનું ઘર હોવાનું સપનું પુરૃં કરવા પ્રતિબદ્ધ છે. મધ્યમવર્ગને હોમલોનમાં સબસિડી આપી છે.
ખેડૂતો પર સરકાર ખેડૂતોને તેમના પાકના વાજબી ભાવ આપવા અને તેમની આવક વધારવા માટે કામ કરી રહી છે. ૩૩૨ મિલિયન ટન અનાજનું ઉત્પાદન થયું. ખરીફ અને રવિ પાકોના એમએસપીમાં વધારો કરવામાં આવ્યો છે. મિલેટ્સની ખરીદી પાછળ ત્રણ ગણી રકમ ખર્ચવામાં આવી છે. વધુ સારા ઉત્પાદન માટે ખેડૂતોને ૧૦૯ સુધારેલી જાતો સોંપવામાં આવી છે. કૃષિ માળખાગત ભંડોળનો વ્યાપ વધારવામાં આવશે. ખાદ્ય તેલ અને તેંદુનું ઉત્પાદન વધારવા માટે કામ કરવામાં આવ્યું. પ્રાકૃતિક ખેતી માટે રાષ્ટ્રીય મિશન ચલાવવામાં આવી રહૃાું છે.
વિદ્યાર્થીઓ પર વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવામાં મદદ કરવા માટે વિદ્યાર્થીઓ માટે યોજના શરૂ કરવામાં આવી હતી. તેમને ૫૦૦ કંપનીઓમાં ઇન્ટર્નશિપ પણ આપવામાં આવશે. પેપર લીક અટકાવવા માટે એક નવો કાયદો લાગુ કરવામાં આવ્યો છે. સરકારે ગ્રામ સડક યોજના માટે ૨૬ હજાર કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. છેલ્લા ૬ મહિનામાં ૧૭ વંદે ભારતને ઉમેરવામાં આવી છે.
ગરીબ-મધ્યમ વર્ગ પર ગરીબ-મધ્યમ વર્ગને ગૌરવપૂર્ણ જીવન મળે તે સુનિશ્ચિત કરવા માટે સરકાર પ્રયાસો કરી રહી છે. આજે દેશના ૨૫ કરોડ લોકો ગરીબીને હરાવીને પોતાના જીવનમાં આગળ વધી રહૃાા છે. તેમણે નવા મધ્યમ વર્ગ માટે એક એવું પ્લેટફોર્મ બનાવ્યું જે નવી ઉર્જાથી ભરેલું છે. સરકારી કર્મચારીઓના સન્માન માટે આઠમા પગાર પંચની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓને યુનિફાઇડ પેન્શન યોજના હેઠળ ૫૦ ટકા ફિક્સ્ડ પેન્શન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
હેલ્થ સર્વિસ પર કેન્સરના દર્દીઓ માટે કેન્સરની દવાઓને આરોગ્ય સેવા પર કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવી છે. ૯ કરોડ મહિલાઓનું સર્વાઇકલ કેન્સર માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે. ભૌતિક માળખાગત સુવિધાઓ પર જેટલો પ્રયાસ કરવામાં આવ્યો, તેટલો જ સામાજિક માળખાગત સુવિધાઓ પર પણ પ્રયાસ કરવામાં આવ્યો. હોસ્પિટલ, સારવાર અને સેવાને કારણે પરિવારનો ખર્ચ સતત ઘટી રહૃાો છે. ૧ લાખ ૭૫ હજાર આયુષ્માન આરોગ્ય મંદિરો બનાવવામાં આવ્યા છે.
ભારતમાં ૫જી નું લોન્ચિંગ આનું એક ઉદાહરણ છે. યુપીઆઈ ટેકનોલોજીની સફળતાથી પ્રભાવિત છે. ૫૦ ટકાથી વધુ રીઅલ-ટાઇમ ડિજિટલ વ્યવહારો થઈ રહૃાા છે. ભારતનો સૌથી નાનો દુકાનદાર પણ આ સુવિધાનો લાભ લઈ રહૃાો છે. બેંકિંગ સેવાઓ, યુપીઆઈ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. ૫ લાખથી વધુ વાણિજ્ય સેવા કેન્દ્રોમાં ડઝનબંધ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. ડીજી લોકર તમારા મહત્વપૂર્ણ દસ્તાવેજો ગમે ત્યાં અને ગમે ત્યારે બતાવવાની સુવિધા પૂરી પાડે છે.
મહિલાઓ પર લોકસભા અને વિધાનસભામાં અનામત એ મહિલા સશક્તિકરણ માટે આપણું મહત્વપૂર્ણ પગલું છે. ૧૦ કરોડથી વધુ મહિલાઓને ૯ લાખ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. ૩ કરોડ લખપતિ દીદી બનાવવાનું લક્ષ્ય છે. આવી ૧.૧૫ કરોડથી વધુ બહેનો લખપતિ બની છે. આ મહિલાઓ ઉદ્યોગસાહસિક તરીકે કામ કરી રહી છે.
મેટ્રો નેટવર્ક પર મેટ્રો નેટવર્કની દ્રષ્ટિએ ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો દેશ બન્યો છે. દેશમાં ઇલેક્ટ્રિક બસો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આનાથી રોજગારી પણ સર્જાશે. દેશમાં ૧૫ રોપવે પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહૃાું છે. ૨૦૧૪માં દિલ્હી દ્ગઝ્રઇમાં મેટ્રો નેટવર્ક ૨૦૦ કિમી હતું, હવે તે બમણાથી વધુ થઈ ગયું છે. છેલ્લા ૧૦ વર્ષમાં એરપોર્ટની સંખ્યા બમણી થઈ ગઈ છે. શહેરી સુવિધાઓનું આધુનિકીકરણ કરવામાં આવ્યું અને તેમને ઊર્જા કાર્યક્ષમ બનાવવા માટે કામ કરવામાં આવ્યું.
અત્યાર સુધીમાં સ્વામિત્વ યોજના હેઠળ ૨.૨૫ કરોડ સ્વામિત્વ કાર્ડ જારી કરવામાં આવ્યા છે. ૭૦ લાખ છેલ્લા ૬ મહિનામાં લાગુ કરાયા છે. ગયા મહિને કિસાન સન્માન નિધિ હેઠળ ૪૧ હજાર કરોડ રૂપિયાની રકમ ચૂકવવામાં આવી છે. આયુષ્માન હેઠળ ૭૦ વર્ષ અને તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને વીમો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. નાના ઉદ્યોગસાહસિકો માટે મુદ્રા લોનની મર્યાદા ૫ લાખ રૂપિયાથી વધારીને ૧૦ લાખ રૂપિયા કરવામાં આવી છે.
દ્રૌપદી મુર્મુ થાકેલા જણાયા હતાઃ સોનિયા
રાષ્ટ્રપતિનું ભાષણ બોરીંગ લાગ્યુઃ રાહુલ ગાંધી
નવી દિલ્હી તા. ૩૧: રાષ્ટ્રપતિનું અભિભાષણ પુરૂ થયા પછી વિવિધ પ્રતિભાવો આવી રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે રાષ્ટ્રપતિનું અભિભાષણ બોરીંગ (કંટાળાજનક) હતું. અને તેઓ કેટલીક એકની એક વાત દોહરાવી રહ્યા હતાં. બીજી તરફ કોંગી નેતા સોનિયા ગાંધીએ પણ કહ્યુ કે અભિભાષણ વાંચતી વખતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પછીથી થાકી ગયેલા જણાયા હતા. જો કે, ભાજપ અને એનડીએના નેતાઓ રાષ્ટ્રપતિના અભિભાષણને આવકારી રહ્યા છે. અને આ પ્રકારની ટીકા કરવા બદલ રાહુલગાંધી તથા વિપક્ષી નેતાઓને વખોડી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial