Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રેશનકાર્ડ ધારકો માટે નવી માર્ગદર્શિકાઃ
નવી દિલ્હી તા. ૩૧: ભારત સરકાર દ્વારા જરૂરિયાતમંદ નાગરિકોને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ રાહત ભાવે રાશન આપવામાં આવે છે. આ યોજના દેશના તમામ રાજ્યોમાં લાગુ છે. સરકાર તરફથી મફત રાશનની સુવિધાનો લાભ તમામ લોકોને મળતો નથી. આ માટે સરકારે યોગ્યતાના માપદંડો નકકી કર્યા છે. જેઓ તે પાત્રતા પૂર્ણ કરે છે તેમને જ સરકાર તરફથી લાભ આપવામાં આવશે.
ભારત સરકારે રેશનકાર્ડ ધારકો માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. જે અંતર્ગત માત્ર કેટલાક રેશનકાર્ડ ધારકોને જ લાભ મળી શકશે. ૧૫ ફેબ્રુઆરી પછી રેશનકાર્ડ ધારકોને રાશનની સુવિધાનો લાભ નહી મળે. સરકારે રેશનકાર્ડ ધારકો માટે ઈ-કેવાયસી કરાવવા માટે માર્ગદર્શિકા બહાર પાડી છે. જે રેશન કાર્ડ ધારકોએ ઈ-કેવાયસી કરાવ્યું નથી તેમને રાશન નહીં મળે. ઈ-કેવાયસી દ્વારા સરકાર નકલી રેશનકાર્ડધારકોને ઓળખી રહી છે. તેમને આ યોજનામાંથી બાકાત કરી રહી છે. જેથી ખરેખર જરૂરી યાતમંદોને આ યોજનાનો લાભ મળે. આથી જરૂરિયાતમંદોએ ઝડપથી ઈ-કેવાયસી કરાવવું પડશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial