Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયામાં ઉજવાયો ૧૫મો રાષ્ટ્રીય મતદાતા દિવસ

ખંભાળિયા તા. ૩૧: ખંભાળિયામાં જિલ્લા ચૂંટણી અધિકારી અને ઈન્ચાર્જ જિલ્લા કલેકટર એ.બી. પાંડોરના અધ્યક્ષસ્થાને ૧૫મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ હતી. જેમાં શ્રેષ્ઠ ચૂંટણી અધિકારીઓ તથા યુવા મતદાર મહોત્સવ-૨૦૨૪ના વિજેતાઓને સન્માનિત કરાયા હતાં.

ભારતના ચૂંટણી પંચની રચના ૨૫ જાન્યુઆરી, ૧૯૫૦ના કરવામાં આવી હતી જેના ભાગરૂપે નાગરિકોમાં મતદાન પ્રત્યે જાગૃતતા ફેલાઇ તેવા ઉમદા આશયથી વર્ષ ૨૦૧૧થી આ દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તે મુજબ કલેકટર કચેરી, ખંભાળિયામાં જિલ્લા ચૂંટણી અધિકારી અને ઇન્ચાર્જ  જિલ્લા કલેકટર એ.બી.પાંડોરના અધ્યક્ષતામાં મતદાન જેવું શ્રેષ્ઠ બીજું કઈ નથી, હું ચોક્કસપણે મતદાન કરીશ થીમ પર ૧૫મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે ઇન્ચાર્જ જિલ્લા કલેકટર એ.બી. પાંડોરે જણાવ્યું હતું કે, મતદાનએ આપણા સૌની નૈતિક ફરજ છે. લોકશાહીના સશક્તિકરણ માટે મતદાનએ અગત્યનું પરિબળ છે. રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીનો મુખ્ય ઉદેશ ભારતના નાગરિકોને મતદાર તરીકે તેમના અધિકારો અને જવાબદારીઓથી વાકેફ કરવાનો છે. મજબૂત લોકશાહીના નિર્માણ માટે સક્ષમ અને સર્વસમાવેશક ચૂંટણી સહભાગિતા મહત્વપૂર્ણ છે તેમજ કોઇપણ મતદાર મતદાનથી વંચિત ન રહી જાય તે સુનિશ્ચિત કરવાની જવાબદારી આપણી છે. ઉપરાંત દરેક ચૂંટણીમાં તમારા મતાધિકારનો ઉપયોગ કરી અન્યને પણ મતદાન કરવા માટે પ્રેરિત કરવા જોઈએ.

આ તકે નિવાસી અધિક કલેકટર બી.એમ. જોટાણીયાએ કહૃાું હતું કે, જીવંત લોકશાહીમાં, ચૂંટણીઓ મુક્ત, નિષ્પક્ષ, નિયમિત અને વિશ્વસનીય હોય તે પૂરતું નથી, પરંતુ લોકોનો વિશ્વાસ જીતનારી અને પ્રજાલક્ષી હોવી જોઈએ,. મતદાનનો અધિકાર ત્યારે જ શક્તિના રૂપમાં પરિણમશે જ્યારે તેનો યોગ્ય-સાર્થક ઉપયોગ કરવામાં આવે. ત્યારે દેશના જવાબદાર નાગરિક તરીકે પોતાનો અમૂલ્ય મત આપી લોકશાહીને વધુ મજબૂત બનાવવા આહવાન કર્યું હતું.

આ પ્રસંગે, ઈઆરઓ, એઈઆરઓ, શ્રેષ્ઠ નાયબ મામલતદાર મતદારયાદી, શ્રેષ્ઠ સેકટર ઓફિસર, શ્રેષ્ઠ બી.એલ.ઓ., શ્રેષ્ઠ મતદાર સાક્ષરતા ક્લબ, શ્રેષ્ઠ ચુનાવ પાઠશાળા, શ્રેષ્ઠ કેમ્પસ એમ્બેસેડર, યુવા મતદાર મહોત્સવ-૨૦૨૪ના વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં માન. મુખ્ય ચૂંટણી કમિશનર દ્વારા ાપવામાં આવેલ સંદેશ, હું ભારત છું, ભારત છે મુજમાં ગીતનું નિદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે સર્વેએ લોકશાહી તંત્રમાં શ્રદ્ધા રાખી મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ ચૂંટણીઓમાં મતદાન કરવા અંગેની પ્રતિજ્ઞા લીધી હતી. આ તકે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જે.ડી.પટેલ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન તથા આભારવિધિ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ ૨૦૨૫ અંતર્ગત ખાસ ઝુંબેશમાં જિલ્લામાં કુલ ૧૮,૪૬૯ અરજીઓ મળી હતી. જેમાંથી ૧૭,૫૪૯ ફોર્મ મંજૂર કરવામાં આવ્યા હતા. જેમાં નવા નામ કુલ ૬૯૦૦ ફોર્મ મંજૂર કરવામાં આવ્યા હતા. તેમજ ૨૭૮૦ ફોર્મ નામંજુર કરવામાં આવ્યા હતા. તેમજ કુલ ૭,૮૮૮ જેટલા મતદારોએ નામ-સરનામામાં સુધારા કર્યા હતા. આમ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ ૪૧૨૦ મતદારો વધારો થયો છે. જિલ્લામાં ૧૦૦૦ પુરુષો મતદારોની સાપેક્ષે સ્ત્રી મતદારો સંખ્યા ૯૫૫ હતી જે વધીને ૯૬૦ થઈ છે. જ્યારે ૧૮-૧૯ વયજૂથના મતદારો ગયા વર્ષે ૦.૮૧ ટકા હતો જે વધીને ૧.૨૧ ટકા થયો છે. હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ ૬,૦૭,૭૯૯ મતદારો છે જેમાં ૩,૧૦,૦૯૮ પુરુષ અને ૨,૯૭,૬૮૨ સ્ત્રી અને ૧૯ અન્ય મતદારો છે.

આ તકે ખંભાળિયા પ્રાંત અધિકારી કે.કે. કરમટા, ખંભાળિયા અને કલ્યાણપુર તાલુકાના મામલતદાર, જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, કર્મચારીઓ,  શાળા-કોલેજના છાત્રો સહિતના ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh