Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ૧૫મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીઃ આકર્ષક રંગોળી

શ્રેષ્ઠ કામગીરી કરનારા બીએલઓ-કર્મયોગીઓનું સન્માનઃ નવા યુવા મતદારોને ચૂંટણીકાર્ડ એનાયત

જામનગર તા. ૩૧: ભારતના ચૂંટણી પંચની સ્થાપના ૨૫ મી જાન્યુઆરી ૧૯૫૦ના કરવામાં આવી હતી જેના ભાગરૂપે દર વર્ષે આ દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર બી.કે.પંડયાના અધ્યક્ષસ્થાને ૧૫માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

કલેક્ટર બી.કે. પંડયાએ જણાવ્યું હતું કે, મતદાન આપણો અધિકાર અને નૈતિક ફરજ છે. ૧૮ વર્ષ પૂર્ણ કરેલા દરેક મતદારે અવશ્ય મતદાન કરી દેશના વિકાસ અને મજબૂત લોકશાહી માટે પોતાનો ફાળો આપવો જોઈએ. વર્ષોથી મતદાન કરતા વરિષ્ઠ નાગરિકો સૌ માટે પ્રેરણારૂપ બન્યા છે. મતદાન કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા લોકોએ અવશ્ય મતદાન કરવું જોઈએ. ભારતનું ચૂંટણીપંચ ઉત્તમ વ્યવસ્થાપનનું આદર્શ ઉદાહરણ છે.

કાર્યક્રમમાં મતદાન કરી અન્યને પ્રેરણા પૂરી પાડતા વરિષ્ઠ તેમજ દિવ્યાંગ મતદારોનું મહાનુભવોના હસ્તે પ્રશસ્તિપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતુ તેમજ નવા નોંધાયેલા યુવા મતદારોને ચૂંટણીકાર્ડ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે જામનગર જિલ્લામાં ચૂંટણી કામગીરી કરનાર અધિકારીઓ, કર્મચારીઓ, બીએલઓ, વિધાનસભા મત વિસ્તાર વાઈઝ શ્રેષ્ઠ કામગીરી બદલ બુથ લેવલ ઓફિસર વગેરેનું સમ્માન કરવામાં આવ્યું હતું. તેમજ મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવવા માટે યોજવામાં આવતી વિવિધ સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર વિદ્યાર્થીઓ, શિક્ષક વગેરેનું સમ્માન કરી કલેકટરે અભિનંદન પાઠવ્યા હતા. આ ઉજવણીના ભાગરૂપે જિલ્લા કલેકટર કચેરીના પટાંગણમાં નાગરિકોને સંદેશો આપતી સુંદર રંગોળીનું નિર્માણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેએ મતદાન કરવા અંગે શપથગ્રહણ કર્યા હતા.

આ કાર્યક્રમમાં અધિક નિવાસી કલેક્ટર બી.એન.ખેર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ગોહિલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શારદા કાથડ, વિવિધ વિભાગના અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહૃાા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh