Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયામાં ખેડૂતોની સત્યાગ્રહ સભાઃ ૨૧ હજાર વાંધા અરજીઓના પોટલા

આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના અગ્રણીઓની ઉપસ્થિત્તિ વચ્ચે રેલી અને

ખંભાળિયા તા. ૩૧: ગુજરાત રાજયમાં ખેડૂતોને પાક વીમાની રકમ ના મળવી, અતિવૃષ્ટિની સહાય ના મળવી જમીન માપણીમાં વ્યાપક અન્યાય પાક ધીરાણ માફ કરવા સહિતના વિવિધ મુદઓ અંગે ખંભાળિયામાં જામનગર રોડ પર વાઈડાવાવ પાસે ખેડૂતોનો સભાગૃહ કાર્યક્રમ ગઈકાલે યોજાયો હતો. તથા રેલી કાઢીને જિલ્લા તંત્રને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં ઉપસ્થિત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને અગ્રણી અમીત ચાવડાએ જણાવેલ કે જમીન માપણી કૌભાંડ સમગ્ર રાજ્યમાં ભાજપ સરકાર દ્વારા ચાલી રહ્યું છે તથા ૧૪-૧૪ વર્ષથી રજૂઆતો છતાં અન્યાય ચાલુ રહેતા આંદોલનની શરૂઆત કરવામાં આવી છે. રાજયમાં જમીન માપણી તદ્દન ખોટી હોય સદંતર રદ્ કરવા ૨૦૧૬થી પાક વીમો મળ્યો નથી તે આપવા ખેડૂતો ના પાક અતિવૃષ્ટિમાં બરબાદ થઈ ગયા હોય પાક ધીરાણ માફ કરવા તથા ખેડૂતોને ખોટી રીતે ખાનગી કંપનીઓના હિતમાં લેંડ ગ્રેબીંગના કેસમાં જેલ ધકેલાતા હોય પક્ષાપક્ષી ભૂલીને ખેડૂતોના પ્રશ્નો અંગે આમ આદમી તથા કોંગ્રેસ પક્ષ સાથે મળીને આ ખેડૂત સત્યાગ્રહમાં જોડાયેલ છે તથા આગામી સમયમાં જમીન માપણી રદ કરવા, પાક વીમો આપવા, અતિવૃષ્ટિ હોય ધીરાણ માફની માંગ સાથે દ્વારકાથી પદયાત્રા શરૂ થશે તથા ગાંધીનગર જશે આખા ગુજરાતના ખેડૂતો જોડાશે તથા આંદોલન થશે.

કોંગ્રેસ સેવા દળના રાષ્ટ્રીય પ્રમુખ લાલજીભાઈ દેસાઈ દ્વારા ગરીબોની જમીનો છીનવવા સરકારનું ષડયંત્ર હોય નેતાઓનુ જમીન માપણી દલાલીનુ શાસન હોય. દ્વારકાના પાછતરડી ગામે ખાનગી કંપની મંજૂરી વગરની જમીનો પર ગેરકાયદે ખાનીજ કાઢે છે તથા ફરિયાદ કરનાર ખેડૂતો પણ લેન્ડ ગ્રેબીંગના કેસો થાય છે.!!

ગુજરાત કિશાન કોંગ્રેસ પ્રમુખ પાલભાઈ આંબલીયા દ્વારા પણ જમીન માપણી સંપૂર્ણ રદ કરવા, ૧૬/૧૭નો પાક વીમો ચૂકવવા, સાની, ચરકલા, રેટા કાલાવડ, વંગડી ડેમના પ્રશ્નો ઉકેલવા કંપનીરાજ સામે ખેડૂતોને રક્ષણ આપવાની માંગ પણ કરી હતી.

એકવીસ હજાર વાંધા

અરજીઓના અપાયા પોટલા

ખેડૂત સત્યાગૃહમાં વિશાળ સંખ્યામાં ખેડૂતો સમગ્ર દ્વારકા જિલ્લામાંથી આવ્યા હતા તથા રાજયમાંથી પણ કોંગ્રેસ આમ આદમી પાર્ટીના અગ્રણીઓ સામૂહિક રીતે જોડાયા હતા. જેમાં પાલભાઈ આંબલીયા, અમિત ચાવડા, લાલજી દેસાઈ, જીજ્ઞેશ મેવાણી, પૂર્વ સાંસદ વિક્રમ માડમ, આમ આદમી પાર્ટીના રાજય પ્રમુખ ઈશુદાન ગઢવી, ધારાસભ્ય હેમતભાઈ ખવા ખેડૂત આગેવાનો રતનસિંહ, ચેતનભાઈ, ભરતસિંહ, પ્રવિણભાઈ, રાજુભાઈ વિ. જોડાયા હતા. તથા ૨૧ હજાર વાંધા અરજીઓના પોટલા ભેગા કરીને તંત્રને અપાયા હતા તથા સરકારની ખેડૂત વિરોધી નીતિ સામે આક્રોશ વ્યકત કરાયો હતો.

આમ આદમી પ્રમુખ ઈશુદાનની સ્પષ્ટ વાત

ખેડૂત/સભાગ્રુહમાં ખાસ હાજર રહેતા આમ આદમી પાર્ટીના રાજ્ય પ્રમુખ ઈશુદાન ગઢવીએ ગુજરાતના ખેડૂતો માટે જીવું છું અને મરીશ કહીને સાડા ત્રણેક કરોડ લોકો ખેતિ પર નભે છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રીને જમીન માપણી રદ કરવા જણાવીને જો ભાજપ સરકારના ભૂપેન્દ્ર પટેલ કરે તો તેમના સન્માનની તૈયારી બતાવીને ના કરે તો ૨૦૨૭માં આપની સરકાર ગુજરાતમાં આવશે ત્યારે પહેલી જ કેબીનેટ મીટીંગમાં જમીન માપણીના નિર્ણય રદ કરશે કહ્યું હતું.

જો ૨૦૨૭માં આપ પાર્ટીને સરકાર બનાવાશે નહીં તો લોકો પાસે એક વીઘો જમીન પણ નહીં રહે. કહીને કેન્દ્રની મોદી સરકાર પર પ્રહારો કરીને મોદીની સરકારે છેલ્લા ૧૦ વર્ષમાં ૧૬ લાખ કરોડ ઉદ્યોગપતિઓના માફ કર્યા છે તો ગુજરાતના ખેડૂતોના ૯૬ હજાર કરોડ સહિત સમગ્ર ભારતમાં ખેડૂતોનું દેવું ૨૧ લાખ કરોડનું છે તે માફ કરીને ૧૬ કરોડ ખેડૂતોના ઘરે દીવાલી જેવો માહોલ કેન્દ્ર સરકાર કરે તેવી માંગ કરી હતી. તથા સમગ્ર દેશમાં પ્રધાન મંત્રી વિમા ફસલ ચાલુ છે ગુજરાતમાં બંધ છે. !!  ખેડૂતોને પાક વીમો નથી મળતો અને મુખ્યમંત્રી વિજય રૂપાણી હતા ત્યારે મુખ્યમંત્રી સહાયની જાહેરાત થઈ હતી પણ હજુ સુધી કંઈ અપાયું નથી.

કાર્યક્રમમાં ધારાસભ્યો હેમતભાઈ ખવા તથા જીજ્ઞેશ મેવાણી વિ.એ પણ વકતવ્યો કર્યા હતા. સમગ્ર રાજ્યમાં પાકવીમો, અન્યાયી માપણી, અતિવૃષ્ટિ સહાય વિ. મુદઓના સંદર્ભમાં દ્વારકાથી સમગ્ર રાજયમાં આદોલન શરૂ થાય તો નવાઈ નહીં આમ આદમી તથા કોંગ્રેસના નેતા આ મુદ્ે એક મંચ પર ભેગા થયા હતા !!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh