Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં તળાવની પાળે થશે ડીપી કપાતની અમલવારી

કમિશનર, એસ.પી.એ મુલાકાત લીધીઃ

જામનગર તા. ૩૧: જામનગરમાં મિગ કોલોનીવાળા માર્ગે નવો રસ્તો બનાવવા માટે ડી.પી. કપાત કરવાથી થાય છે. આથી આજે કમિશનર, એસ.પી.એ સ્થળ મુલાકાત કરી હતી.

જામનગર મહાનગર-પાલિકા દ્વારા પાછલા તળાવનું બ્યુટીફિકેશનનું કામ ચાલી રહ્યું છે. જ્યાં જરૂરિયાત હોવાથી ડી.પી. કપાત કરવામાં આવનાર છે. આથી પાડતોડ કરવામાં આવે તે પહેલા આજે મહાનગર-પાલિકાના કમિશનર ડી.એન. મોદી અને એસ. પી. પ્રેમસુખ ડેલુએ સંબંધિત અધઓને સાથે રાખી આજે સ્થળની રૂબરૂ મુલાકાત કરી હતી. આ નવા સૂચિત માર્ગમાં કેટલીક સરકારી મિલકતોનો સમાવેશ થાય છે. તેનો જરૂરિયાત મુજબનો હિસ્સો તોડી પઆવશે. આ કામગીરી પછી જામનગરના લોકોને વધુ એક રસ્તાની સુવિધા મળશે.

આ મુલાકાત સમયે એસ્ટેટ શાખાના અધિકારી એન.આર. દિક્ષિત, ડી.વાય.એસ.પી. જે.એન. ઝાલા, એલ.સી.બી.ના પોલીસ ઈન્સ્પેક્ટર વી.એમ. લગારિયા સહિતનાઓ પણ સાથે રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh