Advertisement
Author: નોબત સમાચાર

જાહેરમાં બાઈક પર સ્ટંટ કરી સીન જમાવતા ચાર શખ્સ તથા બે કિશોર સામે કાર્યવાહી

વાયરલ વીડિયોની તપાસ કરી પોલીસે દબોચ્યાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૨: જામનગરના નાગનાથ નાકા પાસે બે સપ્તાહ પૂર્વે મોટરસાયકલ પર સ્ટંટ કરવા ઉપરાંત કેટલાક શખ્સોએ ચીચીયારીઓ પાડી જાહેરમાં અવરોધ ઉભો કર્યાે હતો. આ શખસોના વાયરલ થયેલા વીડિયોને નીહાળી પોલીસે તેઓને શોધી કાઢવા ઉપરાંત બાઈક ડીટેઈન કર્યું છે અને ચાર શખ્સ તથા કાયદાથી સંઘર્ષિત બે કિશોર સામે ગુન્હો રજીસ્ટર કર્યાે છે.

જામનગરના નાગનાથના નાકા પાસે ગઈ તા.૨૬ની રાત્રે કેટલાક શખ્સો બાઈક પર સ્ટંટ કરતા જોવા મળ્યા હતા અને તેની સાથે રહેલા કેટલાક શખ્સો ચીચીયારીઓ પાડી જાહેરમાં અવરોધ કરતા નજરે પડ્યા હતા. તેનો કોઈએ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.

તે રીલ ઈન્સ્ટાગ્રામ આઈડી પર વાયરલ થતાં તેની તપાસ માટે ડીવાયએસપી જે.એન. ઝાલાએ ટ્રાફિક શાખાને સૂચના આપતા પીઆઈ એમ.બી. ગજજર તથા પીએસઆઈ એ.એસ. ચોવટ તથા સ્ટાફે વીડિયોનું એનાલિસીસ શરૂ કર્યું હતું. જેમાં  મોટરસાયકલના નંબર મેળવાતા જીજે-૧૦-બીપી ૭૦૮૨ નંબરનું મોટર સાયકલ હોવાનું દેખાઈ આવ્યું હતું.

તે નંબર પરથી પોલીસે શરૂ કરેલી તપાસમાં લાલપુર તાલુકાના ઈશ્વરીયા ગામનો વતની અને હાલમાં કિસાન ચોકમાં રહેતો વિક્રમ સુરેશભાઈ પરમાર તથા પાછળ બેસેલો કાયદાથી સંઘર્ષિત કિશોર ઉભો થઈને સીન જમાવતો જોવા મળ્યો હતો. તેની સાથે રહેલા સિક્કાના નાસીર રઝાક વાઘેર, સાત રસ્તા નજીક રહેતો આશિષ જેસંગ મકવાણા, ધરારનગરવાળો ક્રિપાલસિંહ દિલીપસિંહ જાડેજા તેમજ શંકરટેકરી અને હર્ષદમીલની ચાલીમાં રહેતા કાયદાથી સંઘર્ષિત બે કિશોર ચીરીયારીઓ પાડતા જોવા મળ્યા હતા તે તમામ સામે ટ્રાફિક શાખાના જમાદાર એસ.એન. વાળાએ ખુદ ફરિયાદી બનીને ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે. પોલીસે શહેરના કોઈપણ ખૂણામાં સીસીટીવી કેમેરાનું સર્વેલન્સ ચાલુ છે તેથી આ પ્રકારના કે અન્ય ગુન્હાહિત કૃત્યો કરતા તત્ત્વોને આવી પ્રવૃત્તિ ન કરવા સૂચના આપી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh