Advertisement
Author: નોબત સમાચાર

જર્મન ચાન્સેલર જોર્ઝ સાથે અમદાવાદના રિવરફ્રન્ટ પર પીએમ મોદીએ ચગાવ્યા પતંગ

ખૂલ્લી જીપમાં નિરીક્ષણઃ ઈન્ડો-જર્મન સીઈઓ ફોરમમાં સંબોધનઃ દ્વિપક્ષીય વાટાઘાટો સાથે મહત્ત્વપૂર્ણ કરારોઃ ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન?

                                                                                                                                                                                                      

અમદાવાદ તા. ૧રઃ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસેના છેલ્લા દિવસે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં છે. સોમનાથ અને રાજકોટના શ્રેણીબદ્ધ કાર્યક્રમો સંપન્ન થયા પછી આજે જર્મનીના ચાન્સલર મર્ઝ સાથે આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટીવલનું ઉદઘાટન કર્યા પછી બન્ને આ સામુહિક પતંગ ઉડાડયા હતા અને દ્વિપક્ષિય વાટાઘાટો પછી મહત્ત્વપૂર્ણ કરારો થયા હતા. આ દરમિયાન ઈન્ડો-જર્મન સીઈઓ ફોરમ માટે સંબોધન પણ કર્યુ હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ગુજરાતના પ્રવાસે છે. અને સોમનાથ તથા રાજકોટના શ્રેણીબદ્ધ કાર્યક્રમો પછી આજે અમદાવાદમાં છે. આ દરમિયાન જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ પણ સોમવારે સવારે ભારત પહોંચ્યા હતા. તેમણે અમદાવાદમાં પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. તેમણે સાબરમતી રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ૨૦૨૬નું ઉદ્ધાટન પણ કર્યું હતું, જ્યાં બંને નેતાઓએ પતંગ ઉડાડ્યા હતા.

અમદાવાદ મહોત્સવમાં ૫૦ દેશોના ૧૩૫ આંતરરાષ્ટ્રીય પતંગ ઉડાવનારાઓએ ભાગ લીધો હતો, જેમાં ચિલી, કોલંબિયા અને દક્ષિણ કોરિયાના લોકોનો પણ સમાવેશ થાય છે. રાત્રે પતંગ ઉડાડવાનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં એલઈડી લાઇટથી શણગારેલા પતંગો મુખ્ય આકર્ષણ હતા. આ પતંગ મહોત્સવ આગામી સાત દિવસ સુધી ચાલુ રહેવાનો છે.

તે પહેલા નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ અમદાવાદના સાબરમતી આશ્રમ પહોંચ્યા હતા. તેમણે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી અને તેમની પ્રતિમા પર ફૂલો અર્પણ કર્યા. આશ્રમની મુલાકાત લીધા બાદ, મેર્ઝે મહેમાન પુસ્તકમાં લખ્યું હતું કે મહાત્મા ગાંધીની અહિંસાની ફિલસૂફી, સ્વતંત્રતાની શક્તિમાં તેમની શ્રદ્ધા અને દરેક વ્યક્તિના ગૌરવમાં તેમની શ્રદ્ધા લોકોને પ્રેરણા આપે છે. તેમણે આગળ લખ્યું કે આ માનસિકતા ન્યાય અને સંવાદને પ્રોત્સાહન આપે છે અને વિશ્વમાં આશાને પ્રેરણા આપે છે. ગાંધીજીના આદર્શોની આજે પહેલા કરતાં વધુ જરૂર છે. ઉલ્લેખનિય છે કે, વિશ્વભરના ઘણાં દેશોમાં તણાવ વચ્ચે જર્મન ચાન્સેલર ભારત આવ્યા છે. આજે ગાંધીનગરમાં પીએમ મોદી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો પછી વેપાર, ટેકનોલોજી અને ઉર્જા સંરક્ષણ અને ગ્રીન હાઇડ્રોજન સોદાઓ પર પણ ચર્ચા કરીને ઘણાં મહત્ત્વપૂર્ણ કરારો પણ કર્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજનો દિવસ અત્યંત વ્યસ્ત કાર્યક્રમ ધરાવે છે, જેમાં તેઓ ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગરથી લઈને નવી દિલ્હી સુધીના વિવિધ મહત્ત્વપૂર્ણ કાર્યક્રમોમાં હાજરી આપશે. તેમના દિવસની શરૂઆત અમદાવાદના સાબરમતી આશ્રમથી થઈ છે. અને તેનો અંત દિલ્હીમાં યુવા સંવાદ સાથે થશે.

જર્મન ચાન્સેલર ફેડરિક મેર્ઝ - પી.એમ. નરેન્દ્ર મોદીની અમદાવાદની મુલાકાતના મુખ્ય અંશો...

આજે થયેલ કરારથી વેપારને ગતિ મળશે. રક્ષાના સહયોગ પર વધુ કામ કરશુઃ પી.એમ. મોદી.

ભારત-જર્મની મૈત્રીને રપ વર્ષ પૂરા થયા.

ઈરાનમાં સરકાર લોકો પર અત્યારચાર કરી રહી છેઃ મેર્જુ.

ભારત શાંતિપૂર્ણ સમાધાનની તરફેણમાં - મોદી.

ભારત-જર્મની વચ્ચે સેમિકન્ડકટર અને ક્રિટીકલ ટેકનોલોજી અંગે સમજૂતિ થઈ.

ભારત અને જર્મની આતંકવાદ વિરોધી લડાઈ ચાલુ રાખશેઃ મોદી.

ભારત-જર્મની વચ્ચે આર્થિક સહયોગઃ વૈશ્વિકસિદ્ધિ.

રક્ષા ઉદ્યોગના રોડમેપ પર કામ થઈ રહ્યું છેઃ મોદી.

શિક્ષણ ક્ષેત્રે ભારત-જર્મની સહયોગ વધુ મજબૂત.

ભારત-જર્મની વચ્ચે રાજનૈતિક સંબંધોનો અમૃતકાળઃ ૭પ વર્ષ પૂરા.

ભારત-જર્મની વચ્ચે રક્ષા, સુરક્ષા, શિક્ષણ સહિત વિવિધ મુદ્દે થયા કરાર તે પહેલા ગાંધીઆશ્રમની મુલાકાત દરમિયાન રેંટિયો કાંતવામાં દિલચશ્પી દેખાડી.

જર્મન ચાન્સેલરનું મિત્રતાના ગીતોથી સ્વાગત.

પતંગોત્સવની મોજ માણીઃ ભારતીય સાંસ્કૃતિક કાર્યક્રમો, શરણાઈ વાદનની બન્ને નેતાઓએ લીધી મુલાકાત.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં બન્ને નેતાઓ વચ્ચે અદ્ભુત કેમેસ્ટ્રી જોવા મળી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh