Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લેન્ડ ગ્રેબિંગની કલમ-૩ હેઠળ કાર્યવાહીનો હુકમઃ
જામનગર તા. ૧૨: દ્વારકામાં એક આસામીની આવેલી જગ્યામાં બાજુમાં આવેલી ધર્મશાળાના સંચાલક તથા ટ્રસ્ટીઓએ દબાણ કરી નાખ્યાની ખંભાળિયા સ્થિત લેન્ડ ગ્રેબિંગ કોર્ટમાં ફરિયાદ કરાયા પછી ફરિયાદ રજીસ્ટરે લઈ કલમ-૩ હેઠળ કાર્યવાહી ચલાવવા અદાલતે આદેશ કર્યાે છે.
દ્વારકા શહેરમાં આવેલી શ્રીરામ ધર્મશાળા નજીકની સિટી સર્વેમાં રપ૦૮ નંબરથી નોંધાયેલી જગ્યા જય મુળશંકર પંડયા (શિવુભાઈ પંડયા)ની માલિકીની છે. તેમાં ઉપરના ભાગમાં શ્રીરામ ધર્મ શાળાના ટ્રસ્ટી તથા સંચાલકે દબાણ કરી નાખ્યું હતું.
આ દબાણ બાબતે કલેક્ટર સમક્ષ પુરતા આધાર પુરાવા સાથે રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં કોઈ કાર્યવાહી ન થતાં શિવુભાઈ પંડયાએ ખંભાળિયા સ્થિત લેન્ડ ગ્રેબિંગ અંગેની કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અન્વયે તેઓના વકીલ દિલીપભાઈ દાવડાએ દલીલ કરી હતી કે, આ કાયદા હેઠળ કોઈપણ વ્યક્તિ ગેરકાયદેસર રીતે બીજાની જગ્યા પચાવી પાડી શકે નહીં અને આવા તત્ત્વો સામે દાખલારૂપ કાર્યવાહી થવી જરૂરી છે.
ઉપરોક્ત દલીલો તથા લેખિત રજૂ થયેલા પુરાવાઓ ધ્યાને લઈ અદાલત દ્વારા તપાસનો હુકમ કરાયો હતો. તે પૂર્ણ થયે શ્રીરામ ધર્મશાળાના ટ્રસ્ટીઓ તથા વહીવટ કરનાર સંજય કાંતિલાલ ઉર્ફે લધુરામ ઉપાધ્યાય સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટની કલમો હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી ચલાવવાનો હુકમ કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial