Advertisement
Author: નોબત સમાચાર

ડોનાલ્ડ ટ્રમ્પે પોતાને વેનેઝુએલાના કાર્યવાહક રાષ્ટ્રપતિ જાહેર કરી દેતા આખી દુનિયા અચંબિત!

દલા તરવાડી જેવો ઘાટ સર્જાયોઃ લુખ્ખી દાદાગીરીઃ સોશિયલ મીડિયામાં મૂકેલી પોસ્ટે મચાવી હલચલ

                                                                                                                                                                                                      

વોશિંગ્ટન તા. ૧રઃ ડોનાલ્ડ ટ્રમ્પે હવે ખુદને વેનેઝુએલાના 'કાર્યવાહક રાષ્ટ્રપતિ' જાહેર કર્યા છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ સોશિયલ મીડિયમાં કેટલીક એવી પોસ્ટ મૂકે છે, જેના કારણે તેઓ ચર્ચામાં રહે છે. હવે તેમણે ખુદને વેનેઝુએલાના કાર્યવાહક રાષ્ટ્રપતિ જાહેર કરી હલચલ મચાવી છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર એક વિચિત્ર પોસ્ટ કરી. પોસ્ટમાં તેમણે પોતાને વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે ગણાવ્યા. આ પોસ્ટમાં એક સંપાદિત વિક્રિપીડિયા પેજ હતું, જેમાં જાન્યુઆરી ર૦ર૬ થી અમલમાં આવનારા ડોનાલ્ડ ટ્રમ્પને વેનેઝુએલાના વર્તમાન રાષ્ટ્રપતિ તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે.

યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આ પોસ્ટ ઓનલાઈન ચર્ચાનો વિષય બની ગઈ છે. ટ્રમ્પના સત્તાવાર ફોટા સાથેની આ પોસ્ટમાં જણાવાયું છેકે, તેઓ હાલમાં વેનઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ છે. આ ચર્ચા દલા તલવાડીની વાર્તા જેવો ઘાટ સર્જાયો છે. તેઓ પોતાને ર૦ જાન્યુઆરી, ર૦રપ ના પદ સંભાળતા, યુનાઈટેડ સ્ટેટ્સના ૪પ મા અને ૪૭ મા રાષ્ટ્રપતિ તરીકે પણ ઓળખાવે છે.

આ પોસ્ટ અમેરિકાએ તાજેતરમાં વેનેઝુએલા સામે મોટા પાયે લશ્કરી કાર્યવાહી શરૂ કર્યા પછી આવી છે. આ કાર્યવાહી દરમિયાન વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્ની, સિલિયા ફ્લોરેસને અમેરિકા લઈ જવામાં આવ્યા હતાં અને હવે તેઓ કસ્ટડીમાં છે અને ન્યૂયોર્કમાં નાર્કો-ટેરરિઝમના આરોપસર ન્યાયિક કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે.

ટ્રમ્પે જણાવ્યું હતું કે, જ્યાં સુધી સત્તાનું સલામત, ન્યાયી અને સમજદારીપૂર્વક સંક્રમણ ન થાય ત્યાં સુધી અમેરિકા વેનેઝુએલામાં સત્તા પર નિયંત્રણ રાખશે. તેમનો દાવો છે કે અમેરિકા વેનેઝુએલાના લોકોના શ્રેષ્ઠ હિતમાં આ જવાબદારી નિભાવી રહ્યું છે.

દરમિયાન વેનેઝુએલાના ઉપરાષ્ટ્રપતિ અને તેલ પ્રધાન ડેલ્સી રોડ્રિગ્ઝે દેશના વચગાળાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે, પરંતુ ટ્રમ્પના દાવાથી આ વચગાળાની સરકારની કાયદેસરતા પર પ્રશ્નો ઊભા થયા છે.

ટ્રમ્પે એમ પણ કહ્યું કે, વેનેઝુએલાની વચગાળાની સરકાર યુનાઈટેડ સ્ટેટ્સને ૩૦ થી પ૦ મિલિયન બેરલ ઉચ્ચગુણવત્તાવાળા પ્રતિબંધિત તેલ પૂરા પાડશે, જે બજાર ભાવે વેંચવામાં આવશે અને તેમાંથી મળેલી રકમનો ઉપયોગ યુનાઈટેડ સ્ટેટ્સ અને વેનેઝુએલા બન્નેના લાભ માટે કરવામાં આવશે. તેમણે યુએસ ઊર્જા સચિવ ક્રિસ ટાઈટને આ યોજના તાત્કાલિક અમલમાં મૂકવાનો નિર્દેશ આપ્યો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh