Advertisement
Author: નોબત સમાચાર

"ઉત્તર ભારતીયોને લાત મારીને બહાર કાઢશું" રાજ ઠાકરેના આકરા નિવેદનથી જાગ્યો વિવાદ

બીએમસીની ચૂંટણી ટાણે યુ.પી., બિહારનો ઉલ્લેખ કરીને હિન્દી ભાષાનો મુદ્દો ઉઠાવ્યો

                                                                                                                                                                                                      

મુંબઈ તા. ૧: મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ ફરી પોતાના આકરા અને વિવાદિત નિવેદનથી રાજકીય હલચલ મચાવી દીધી છે. યુ.પી., બિહારના લોકો ચારે બાજુથી મુંબઈમાં આવી રહ્યાં છે અને મરાઠીઓનો હિસ્સો છીનવી રહ્યાં છે, જમીન, ભાષા ચાલ્યા જશે તો તમે ખતમ થઈ જશો તે પ્રકારનું ભડકાઉ પ્રવચન આપતા રાજનીતિ ગરમાઈ છે અને જબરદસ્ત વિવાદ જાગ્યો છે.

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ એક જાહેરસભાને સંબોધતા ઉત્તરપ્રદેશ અને બિહારથી આવતા લોકો અંગે નિવેદન આપ્યું અને હિન્દી ભાષા પર કડક વલણ વ્યક્ત કર્યુ છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજઠાકરેએ ફરી એકવાર ઉત્તર પ્રદેશ અને બિહારનો મુદ્દો ઉઠાવ્યો છે. હિન્દી ભાષા અંગે તેમણે ચેતવણી આપી હતી કે તેઓ યુ.પી., બિહાર સહિત અન્ય રાજ્યોમાંથી આવતા ઈમિગ્રન્ટસને લાત મારીને બહાર કાઢી મૂકશે. રવિવારે રાજે તેમના પિતરાઈ ભાઈ ઉદ્વવ ઠાકરે સાથે રેલી યોજી હતી.

બૃહન્દમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે મતદાન ૧પ જાન્યુઆરીએ યોજાશે, ત્યારે આ નિવેદને ચકચાર જગાવજી છે.

રાજ ઠાકરેએ કહ્યું કે, ઉત્તરપ્રદેશ અને બિહારના લોકોએ સમજવું જોઈએ કે, હિન્દી મહારાષ્ટ્રની ભાષા નથી. તેમણે સ્પષ્ટતા કરી કે તેઓ હિન્દી ભાષાને ધિક્કારતા નથી, પરંતુ તેને બળજબરીથી લાદવાના કોઈપણ પ્રયાસનો વિરોધ કરશે. તેમણે કહ્યું, મહારાષ્ટ્રમાં લોકો દરેક જગ્યાએથી આવી રહ્યાં છે અને તેમનો હિસ્સો છીનવાઈ રહ્યો છે. જો જમીન અને ભાષા બન્ને ખોવાય જશે, તો મરાઠી સમુદાયનો નાશ થશે.

મરાઠી ઓળખનો મુદ્દો ઉઠાવતા એમએનએસના વડાએ કહ્યું કે, વર્તમાન પરિસ્થિતિ મરાઠી ભાષી લોકો માટે એક ગંભીર ચેતવણી છે, તેને મરાઠી લોકોની છેલ્લી ચૂંટણી ગણાવતા તેમણે કહ્યું કે, જો આ પ્રસંગે એકતા નહીં બતાવવામાં આવે તો ભવિષ્યમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. તેમણે લોકોને મરાઠી અને મહારાષ્ટ્રના નામે એક થવાની અપીલ કરી છે.

મુંબઈના ઈતિહાસનો ઉલ્લેખ કરતા રાજ ઠાકરેએ કહ્યું કે, આ શહેર ઘણા બલિદાન પછી પ્રાપ્ત થયું છે અને તેને છોડી શકાય નહીં. તેમણે પાર્ટીના કાર્યકરોને ચૂંટણી અંગે સતર્ક રહેવાની સૂચના આપી, સવારે ૬ વાગ્યે નિયુક્ત કરાયેલા બૂથ લેવલ એજન્ટો (બીએલએ) ચૂંટણીના દિવસે સંપૂર્ણપણે તૈયાર રહે તે સુનિશ્ચિત કર્યુ.

તેમણે કાર્યકરોને સતર્ક રહેવા, કોઈપણ બેદરકારી ટાળવા અને ફરીથી મતદાન કરવાનો પ્રયાસ કરનારાઓ પર નજર રાખવા પણ વિનંતી કરી. તેમના નિવેદનથી રાજકીય વાતાવરણ ગરમાયું છે અને વિવિધ પક્ષો તરફથી પ્રતિક્રિયાઓ અપેક્ષિત છે.

રાજ પછી રેલીને સંબોધતા શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ પ્રશ્ન કર્યો કે શું ભાજપ મુંબઈનું નામ બદલીને બોમ્બે કરવા માંગે છે. તેમણે તામિલનાડુના ભાજપના નેતા કે. અન્નામલાઈની ટિપ્પણીઓનો ઉલ્લેખ કર્યો. ચૂંટણી પહેલા ભાજપ પર વિભાજનકારી રાજકારણમાં સામેલ થવાનો આરોપ લગાવતા, ઉદ્ધવે કહ્યું, ભાજપનું હિન્દુત્વ અને રાષ્ટ્રવાદ નકલી છે. તેમણે ઉમેર્યુ, ભાજપ એક એવી પાર્ટી બની ગઈ છે, જે રાષ્ટ્રને બદલે ભ્રષ્ટાચારને પ્રથમ રાખે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh